કંડલા – સામખીયાળી હાઇવે પર ગેરકાયદેસર રીતે પાર્કીંગ કરેલ વાહનોને લોક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી

પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી, પૂર્વ કચ્છ – ગાંધીધામ નાઓની ટ્રાફિક નિયમન કરવા અંગેની સુચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.એલ.પરમાર તથા જિલ્લા ટ્રાફિક સ્ટાફ દ્વારા કંડલા – સામખીયાળી નેશનલ હાઇવે પર ગેરકાયદેસર પાર્કીંગ કરેલ વાહનોને લોક લગાવી આવા વાહન ચાલકો વિરૂધ્ધ કાયદેસરની કામગીરી કરી એમ.વી એક્ટ ૨૦૭,  ના ૬,  નો પાર્કિંગ એન.સી ૨૫, નો પાર્કિંગ સ્થળદંડ ૧૨૫૦૦, અન્ય એમ.વી એક્ટ એન.સી. ૨૩, અન્ય સ્થળદંડ ૧૧૪૦૦, આમ કુલ એન.સી. ૪૮ અને કુલ સ્થળદંડ ૨૩૯૦૦ નો દંડ વસુલ કરવામાં આવેલ.

રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ