માંડવી-મુન્દ્રામાં આંકડાનો જુગાર રમતા-રમાડતા બે આરોપીઓ ઝડપાયા

માંડવી પોલીસે સોમવારે સાંજે સાડા પાંચ વાગ્યાના અરસામાં રંગચોલી બજારમાં જાહેરમાં વરલી મટકાનો જુગાર રમતા-રમાડતા આરોપી મહિપસિંહ લાખીયાજી ચાવડા રહે સ્વામીજીની શેરી માંડવીવાળાને રૂપિયા ૭૭૦ તથા આંકડાના સાહિત્યા સાથે પકડી લીધો હતો.

મુન્દ્રા પોલીસે શહેરનાં નદીવાળા નાકા પાસેથી જાહેરમાં આંકડાનો જુગાર રમતા-રમાડતા અબ્દુલ મામદ કકલ રહે સુખપરવાસવાળાને રોકડ રૂ. 1૦,830 તેમજ 500ની કિંમતના એક મોબાઈલ સાથે પકડી પોલીસે બંન્ને વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો.