ભુજની પાલારા જેલમાથી ફરી બે મોબાઇલ અને ત્રણ બેટરી મળી

ભુજની પાલારા ખાસ જેલ ખાતે મહિલા બેરેક પાસેથી ગત માર્ચ માસમાં સીમ કાર્ડ વીનાના મોબાઇલ મળી આવવાની ઘટનાનો હજુ ભેદ ઉકેલાયો નથી ત્યાં ફરી બીજો બનાવ સામે આવ્યો છે. જેલ પ્રશનના ચેકિંગ દરમ્યાન બેરક નંબર પાંચની બારીમાંથી બે મોબાઈલ અને ત્રણ બેટરીઓ પ્લાસ્ટિકની થેલીમાં બીન વારસુ મળી આવતા બી ડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ જેલરે ફરિયાદ નોંધાવી છે પાલારા જેલ ખાતે ગૃપ- 2 ડ્યુટી જેલર કિશોરસિંહ ટી. ઝાલાએ ફરિયાદને ટાંકીને બી ડિવિઝન પોલીસે જણાવ્યું હતું કે, બનાવ સોમવારે સાંજે સાત વાગ્યાના અરસામાં બન્યો હતો.

ફરિયાદી અને સ્ટાફના કર્મચારી સાથે જેલમાં ચકાસણી હાથ ધરવામાં આવતા સર્કલ-એક, યાર્ડ નંબર 3 બેરેક નંબર પાંચની બાજુમાં બારીમાં પ્લાસ્ટિકની થેલીમાં છુપાવી રાખેલા બેટરી સાથેના સીમકાર્ડ વિનાના બે મોબાઈલો અને મોબાઈલ ફોનની બેટરી નંગ ત્રણ બિનવારસુ હાલતમાં મળી આવતા બેરેકમાં રહેલા આરોપી કેદીઓ પૈકી જે તપાસમાં નીકળે તે સહિતનાઓ વિરુદ્ધ ભુજ બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો છે અત્રે ઉલેખનીય છે કે, ગત ૨૯ માર્ચના બપોરે પાલારા જેલ ખાતે મળી આવેલા મોબાઈલનો તાગ હજુ પોલીસને મળ્યો નથી.