ધાણીપાસાની જુગાર રમતા મોટા રેહામાંથી 7 ખેલી ઝડપાયા,ભુજહાટ માંથી 4 ખેલી ઝડપાયા.

તા :૧૯.૭.૧૮ : નો બનાવ
ભુજમાં રિલાયન્સ મોલ સામે ભુજ હાટ પાસે ધાણીપાસા રમતા ચાર ખેલીઓને એ ડિવિઝન પોલીસે ૩૭૭૦/- ની રોકડ રકમ સાથે ઝડપી પાડ્યા હતા આરોપીઓમાં રૂપેન્દ્ર દયાલસિંગ નેગી, અબ્દુલગની ઇબ્રાહીમગની, રોહિત રાજુભાઇ ગોસ્વામી અને મોહન ચંદ્રકાન્ત રાવલ નો સમાવેશ થાય છે.
તો બીજી બાજુ ભુજના મોટા રેહા ગામનો પ્રકાશસિંહ પ્રભુભા જાડેજા, નાલ ઉઘરાવીને મોટા રેહા ગામની પાસે નદીના પટમાં ધાણી પાસા વડે નાણાં ની હારજીતનો જુગાર રામાડતો હોવાની બાતમીના આધારે પધ્ધર પોલીસે 7 ખેલીયો ને રોકડા રૂ. 26,140/- તથા એક મોટરસાયકલ અને બે મોબાઈલ મળી કુલ 48 હજારના મુદ્દામાલ સાથે ઝડપાયા છે. દરોડા દરમિયાન જુગરધામનો સંચાલક પ્રકાશસિંહ જાડેજા પોલીસને થાપ આપી નાસી છૂટ્યો હતો. પીશે ઝાડપેલાં આરોપીઓમાં ડાયાલાલ ગોવિંદભાઇ મહેશ્વરી, લલીત ગિરધરલાલ માલી, છગુભા પતુભા જાડેજા, રમેશ લક્ષ્મણભાઇ નાથજી, પ્રેમજી ફકીરા મહેશ્વરી, દિનેશ પ્રેમજી પરમાર, અને કમલેશ શાંતિલાલ જોશીનો સમાવેશ થાય છે.પોલીસે પ્રકાશસિંહ સહિત 8 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.