પૈયા ગામેથી બે સગીરાઓનું અપહરણ કરનાર બે શખ્સો મુન્દ્રામાંથી પકડાયા.

મુન્દ્રા પોલીસ સ્ટાફ બુધવારે રાત્રે પેટ્રોલિંગમાં હતો ત્યારે મુન્દ્રાના પરડઈ કબ્રસ્થાનમાં શંકાસ્પદ હિલચાલ દેખાતા પોલીસ સ્ટાફ ત્યાં જઈને તપાસ કરતા બે સગીર કન્યા અને બે યુવકો માલી આવ્યા હતા. જેમની જેમની પૂછતાછ કરતા તેઓ નગલપરના હોવાનું જણાવ્યું હતું. પોલીસે બંનેની અટકાયત કરી અને બે સગીરાને સુરક્ષિત રાખીને યુવાનો અક્રમ શાબાન સંઘાર, અને હુશેન આમદ કટિયાની વધુ પૂછપરછ હાથ ધરી હતી સોમવારે રાત્રે સાડા બાર વાગ્યાના અરસામાં આ બે સગીર કન્યાઓનું અપહરણ કરી ગયા હોય સગીર કન્યાના પિતાઓએ પધ્ધર પોલીસ સ્ટેશને બને આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ બનાવમાં તપાસ કરતા ભુજ સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર આરોપીઓની વધુ પૂછતાછ કરી પધ્ધર પોલીસને હવાલે કરશે તેવું મુન્દ્રા પી.આઇ. એમ એન ચૌહાણે જણાવ્યું હતું.વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર ટીવી ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે. અને gtpl ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *