ભુજના સુખપર રોડ ઉપર આવેલ નાયર પેટ્રોલ પંપની બાજુમાં કોઈ કારણોસર આગ લાગતા દોડધામ મચી..

ea39edad-5ad1-4fcd-9896-4e4a092ad964

ગઈકાલના રોજ સાંજે ૪ થી ૫ વાગ્યાના અરસામાં ભુજના સુખપર રોડ ઉપર આવેલ નાયર પેટ્રોલ પંપની બાજુમાં આવેલ જાળીયોમાં કોઈ કારણોસર આગ લાગતા સ્થાનિક લોકોમાં દોડધામ મચી જવા પામી હતી ત્યારે ત્યાં ઉપસ્થિત લોકો દ્વારા તાત્કાલિક ધોરણે ભુજ ફાયર બ્રિગેડનો સંપર્ક કરતા ફાયર ફાઈટરની ટિમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને આ આગને કાબુમાં લીધી હતી ત્યારે સત્વરે આ બનાવમાં કોઇ દુર્ઘટના સર્જાઈ ન હતી ત્યારે આ કામગીરીમાં ડી.સી.ઓ.- ગઢવી રવિરાજ, ફાયરમેન- રબારી હીરજી, ફાયરમેન- ખલિફા રફીક, ફાયરમેન- ગોસ્વામી સોહમ જોડાયા હતાં