ગાંધીધામ બી ડીવીઝન પો.સ્ટે. વિસ્તારમાં થયેલ મોટર સાયકલ ચોરીનો ગુનો ડીટેકટ કરી આરોપી તથા મોટર સાયકલ કબ્જે કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પુર્વ કચ્છ, ગાંધીધામ

બોર્ડર રેન્જ આઇ.જી.પી.શ્રી જે.આર.મોથલીયા સાહેબશ્રી, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક સાહેબશ્રી મહેન્દ્ર બગડીયા પૂર્વ કચ્છ, ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં બનતા વાહનચોરીનાં બનાવો શોધી કાઢવા તથા અટકાવવા માટે જરૂરી સુચના આપેલ હોઇ જેથી એમ.એન.રાણા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. નાઓની આગેવાનીમાં એલ.સી.બી ટીમ ગાંધીધામ બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન કિડાણા ત્રણ રસ્તા પાસેથી નીચે જણાવેલ આરોપીને ચોરી કે છળકપટથી મેળવેલ મોટરસાયકલ સાથે પકડી પાડવામાં આવેલ તેની પુછપરછ કરતા આશરે બે મહિના પહેલા ગાંધીધામ ગોલ્ડન આર્કેડ પાસેથી મોટરસાયકલ ચોરી કરેલ હોવાની કબુલાત આપતા કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે ગાંધીધામ બી ડીવીઝન પોલીસ સ્ટેશનને સોપવામાં આવેલ છે.

પડાયેલ આરોપીનુ નામ –

વરૂણ લાલસીંગ પરમાર ઉ.વ.૨૧ રહે. જયનગર સોસાયટી મ.નં. ૧૪ કિડાણા તા.ગાંધીધામ

કબ્જે કરેલ મુદ્દામાલ –

( ૧ ) હિરો હોન્ડા સ્પલેન્ડર પ્લસ મો.સા. કિ.રૂ. ૧૫,૦૦૦/-

શોધાયેલ ગુનો ગાંધીધામ બી ડીવીઝન પો.સ્ટે. ગુ.ર.નં. ૦૪૬૫/૨૨ ઇ.પી.કો. ૩૭૯

આ કામગીરી લોકલ ક્રાઈમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સપેક્ટર એમ.એન.રાણા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.આર. ગઢવી અને એલ.સી.બી.સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે. રિપોર્ટ  ભારતી માખીજાણી ગાંધીધામ