કટારીયાગામે પેટ્રોલપંપ પર પાર્ક કરેલું બાઇક ચોરાયું.
ભચાઉ તાલુકાના નવા કટારીયામાં રહેતા કૃણાલભાઈ જેન્તીભાઈ જેઠવાએ તા.12 જુલાઈના રાત્રે 11.30 વાગ્યા બાદ કટારીયા નેશનલ હાઇવે પર આવેલા પેટ્રોલપંપ પર પાર્ક કરેલી તેમની રૂ. 25,000/-ની કિંમતની જી.જે.12 બી.પી. 9749 નંબરની બાઇક કોઈ અજાણ્યા શખ્સે ચોરી કરી લાઇ ગયેલ છે. જેની ફરિયાદ લાકડીયા પોલીસ મથકે નોંધાઇ છે. પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.