સામખિયાળી હાઇવે પર ટ્રકમાંથી 1.65 લાખનું જીરું ચોરાયું.

અંજાર તાલુકાના મીંદિયાડા ગામના ખેંગાર પચાણ રબારી પોતાની જી.જે.12 બીટી 7361 નંબરની ટ્રકમાં 15 જુલાઈના જીરૂ ભરીને જઇ રહ્યા હતા ત્યારે રાત્રે 1.45 થી 3.15 વાગ્યાના અરસામાં માખેલ ટોલ ગેટ થી સામખિયાળી ટોલ ગેટ વચ્ચે તેણે ટ્રક ઉભી રાખી હતી. ત્યારે કોઈ અજાણ્યા ઇસમે ટ્રકમાં બાંધેલી રસી તોડી તલપત્રી હટાવી રૂ. 1,65,819/- ની કિંમતનું 930 કિલો જીરું ચોરી ગયા હતા. જેની ફરિયાદ આડેસર પોલીસ સ્ટેશને નોંધાઇ હતી. પોલીસે અજાણ્યા ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર ટીવી ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે. અને gtpl ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *