રાપર પો.સ્ટે.ના અનડિટેક્ટ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી આરોપીને પકડી પાડી, ચોરી કરેલ મુદ્દામાલ રિકવર કરતી રાપર પોલીસ

67e9c12b-dff8-40c2-a6e7-abb094d1c00a

મહે.પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મોથાલીયા સાહેબશ્રી તથા પોલીસ અધિક્ષક સાહેબશ્રી પુર્વ કચ્છ ગાંધીધામ નાઓએ અનડિટેક્ટ ચોરીના ગુનાઓ શોધી કાઢવા તેમજ આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક સાહેબશ્રી ભચાઉ વિભાગ ભચાઉ નાઓના માર્ગદર્શન હેઠળ રાપર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર વી.કે.ગઢવી સાહેબ નાઓની બાતમી હકિકત આધારે રાપર પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં ૧૧૯૯૩૦૧૦૨૨૦૧૩૩/૨૦૨૨ ઈ.પી.કો કલમ ૩૭૯ મુજબના ગુના કામેના આરોપી તેમજ મુદ્દામાલ શોધવા માટે પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમની રચના કરી ટેક્નીકલ તથા હ્યુમન સોર્સીસ આધારે આરોપીની શોધમા હતા તે દરમ્યાન ખાનગી હકીકત આધારે આરોપીને ઉપરોક્ત ગુના કામે ગયેલ તમામ મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે

પકડાયેલ આરોપી –

નાગજીભાઈ મેઘાભાઈ બગાયા ( કોલી ) ઉ.વ.૨૨ ધંધો.ખેતી રહે. ગુરૂકુળની બાજુમા રાપર તા.રાપર

કબ્જે કરેલ મુદામાલ –

વીવો કંપનીનો એન્ડ્રોઈડ મોબાઈલ ફોન કિ.રૂ.૧૫૦૦૦/- , રૂ.૫૦૦/- ના દરની નોટો નંગ-૪૦ કુલ.કિ.રૂ.૨૦,૦૦૦/-

ઉપરોક્ત કામગીરી રાપર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર શ્રી વી.કે.ગઢવી સાહેબ નાઓની બાતમી હકિકત આધારે પો.સ.ઈ શ્રી જી.જી.જાડેજા તથા રાપર પોલીસ સ્ટાફ સાથે રહીને આ કામગીરી કરેલ છે

રિપોર્ટ ભારતી માખીજાણી ગાધીધામ