આંબરડી પાસે જીપ ચાલકે બાઈકને અડફેટે લેતાં, યુવકનું ઘટના સ્થળે મોત નિપજયું

ભુજ-ભચાઉ વાયા દુધઈ ધોરીમાર્ગ પર ફરી એક વખત ગમખ્વાર અકસ્માત સર્જાયો. જેમાં બાઈક ચાલક યુવકનું બોલેરો જીપ હડફેટે આવી જતા કરુણ મોત નીપજ્યું. આમરડી નજીક ભચાઉથી દુધઈ તરફ જતા બાઈક ચાલકનું સામેથી આવતી બોલેરો જીપ હડફેટે આવી જવાથી ઘટનાસ્થળેજ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માતના પગલે આસપાસ વિસ્તારના ગ્રામજનો અગ્રણીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા, અને વહીવટી પ્રક્રિયામાં મદદરૂપ બન્યા હતા. ઉપસ્થિત લોકોએ રોષ પૂર્વક જણાવ્યું હતું કે, આ માર્ગની જર્જરિત હાલતના કારણે અવારનવાર જીવલેણ અકસ્માતના બનાવ બની રહ્યા છે. જેના નિવારણ હેતુ ચક્કાજામ સહિતના આંદોલન અને લેખિત રજૂઆતો કરવા છતાં તંત્ર કોઈ યોગ્ય નિરાકરણ લાવતું નથી. જેનો ભોગ નિર્દોષ લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે.

રિપોર્ટ ભારતી માખીજાણી ગાધીધામ