ગળપાદર હાઇવે ઉપર આવેલ રામદેવ હોટલ રાજસ્થાની માંથી ગેર કાયદેસર પોષડોડા ( નશીલા પદાર્થ ) ના ૨૩.૫૫૪ ડીલો ના જથ્થા સાથે એક ઈસમ ને પકડી પાડતી કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પુર્વ –કચ્છ, ગાંધીધામ


બોર્ડર રેન્જ આઇ.જી.પી.શ્રી જે.આર.મોથલીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક સાહેબશ્રી મહેન્દ્ર બગડીયા પૂર્વ કચ્છ, ગાંધીધામ નાઓ તરફ્થી જિલ્લામાં નશીલા પદાર્થોની ગેયદેસર પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા સુચનાઓ આપેલ હોય જે અન્વયે તા .૦૪ / ૦૫ / ૨૦૨૨ ના રોજ પોલીસ ઇન્સપેકટરશ્રી એમ.એન.રાણા એલ.સી.બી. નાઓની આગેવાનીમાં શ્રી ડી.આર.ગઢવી પોલીસ સબ ઈન્સપેક્ટર એલ.સી.બી. તથા એલ.સી.બી સ્ટાફ દ્વારા ગળપાદર હાઇવે રોડ ઉપર આવેલ રામદેવ હોટલ રાજસ્થાની માં ગેરકાદેસર નશીલા પદાર્થ પોષડોડાનો જથ્થો રાખી વેચાણ થાય છે તેવી બાતમી હકીકત આધારે રામદેવ રાજસ્થાની હોટલ ઉપર રેઇડ કરી નશીલા પદાર્થ પોષડોડા સાથે નીચે મુજબના ઇસમને પકડી પાડી કાયદેસની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે એ ” ડીવીઝન ગાંધીધામ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે.
પડાયેલ આરોપીઓના નામ ( ૧ ) જોગારામ મગારામ જાટ ( ચૌધરી ) રહે.હાલે.રામદેવ હોટલ, ગળપાદર તા.ગાંધીધામ મુળ રહે. એડમાન્ચી વાડી વિસ્તાર, સીણદરી જી.બાડમેર રાજસ્થાન
પકડવાના બાકી આરોપી ના નામ ( ૧ ) કિશોર જાખડ રહે.શિવકર તા.જી – બાડમેર રાજસ્થાન કબ્જે મુદ્દામાલની વિગત પોષડોડા- ૨૩.૫૫૪ કી.ગ્રા કી.રૂ .૭૦,૬૬૨/- રોડા રૂપિયા -૫,૫૦૦/- વજન કાંટો કી.રૂ.૩૦૦૦/- મોબાઇલ ફોન નંગ -૨ કી.રૂ.૨૦૦૦૦/-
કુલ મુદામાલની કી.રૂ -૯૯,૧૬૨/-
આ કામગીરી લોકલ ફાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સપેકટર એમ.એન.રાણા તથા પોલીસ સબ ઇન્સપેકટર ડી.આર.ગઢવી તથા એલ.સી.બી.સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે
રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ
