ગુજરાત રાજ્યમાં લોકડાઉન બાદ તમાકુ નું વેચાણ વધ્યું..

કચ્છ જિલ્લામાં પણ ભારે વેચાણ વધ્યું કેન્સર હોસ્પિટલ ના આંકડા ચોંકાવનારા..

યુવાનો અવનવી બ્રાન્ડની સીગારેટોની ખરીદી તરફ વળ્યા તો ભાવમાં એક પર સાત થી આઠ રૂપિયા નો ભાવ વધારો

ઉધાર બંધ તો વેચાણ પરની સ્કીમો પણ બંધ છતાં ગ્રાહકો ખરીદીમાં કોઈ  ઢીલ નથી મુકતાં કચ્છમા તમાકુ સેવન લોકડાઉન બાદ બે થી ત્રણ ઘણુ વધીગયુ છે તમાકુ ખાનાર કે પીનાર પોતાના કોટા વધારતો રહે છે આ ઉપરાંત આ બાબતની ગંભીરતા ભુજ ની જી.કે. જનરલ હોસ્પિટલમા ૧૨૫ ઉપરાંત કેન્સરના ઓપરેશન થયા ભચાઉ ની વાત કરીયેતો નગર અને તાલુકામા કામદાર અને મજુર સ્થાનિક વસ્તી જેટલો જ છે જેને લઈ આ વર્ગમા તમાકુનુ બંધાણ વ્યાપક પ્રમાણમા છે લોકડાઉનમા ગુટખા, તમાકુ, બીડી, સિગરેટ ભાવ ૮ થી ૧૦ ઘણા થઈ ગયા હતા આ વેસનની તડપ થી વેપારીઓ સમજીને હવે મોટા ભાગે રોકડ વહેવાર કરતા થઈ ગયા છે સેલીગ પર ની સ્કીમ બંધ કરી છે ઉધાર આપવાની પ્રથા પણ બંધ થઈ ગઈ છે

મજાની વાત એ છે કે વાર્ષિક ૪૦ થી ૫૦ કરોડનુ ટનઓવર કરનાર વેપારીઓ પાકા બીલ નથી આપતા GST નંબર હોવા છતા કેટલી રકમનો GST ભરે છે તે તપાસ નો વિષય છે સોપારી, તમાકુ, ચુનો દસ ગ્રામ ૧૫ રૂપીયામા વેચાય છે.

રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ