દેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી મુન્દ્રા પોલીસ

પોલીસ અધિક્ષકશ્રી સૌરભસિંઘ સાહેબ પશ્ચિમ કચ્છ ભુજ તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષકશ્રી, એ.પી. ચૌહાણ સાહેબ ભુજ વિભાગ ભુજ નાઓએ દારૂ તેમજ જુગારની બધી નાબુદ કરવા સુચના કરેલ હોય જે અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એસ. ત્રિવેદી મુન્દ્રા પોલીસ સ્ટેશન નાઓને ખાનગીરાહે હકીકત મળેલ કે, મુન્દ્રા શહેરમાં આવેલ વિલ્માર રીફાઇનરીની પાછળ બાવળોની ગીચ ઝાડીઓની ઓથમાં દેશીદારૂનું વેચાણ થાય છે જે બાતમીવાળી જગ્યાએ જઈ વર્કઆઉટ કરી પ્રોહિબિશન અંગેની રેડ કરેલ જે નીચેની વિગતે છે.

આરોપીઓ –

( 1 ) મુકેશ કિશોર દાવડા, ઉ.વ.27, લક્ષ્મી રેસીડેન્સી મુન્દ્રા, જી. કચ્છ

( 2 ) જય જગદીશભાઈ ટહેલીયાણી, રહે. મુન્દ્રા

( 3 ) નારાણ ઉર્ફે મોટો ગઢવી, રહે. ઝરપરા, તા. મુન્દ્રા

( 4 ) કરશન ઉર્ફે મચ્છી ગઢવી, રહે શેખડીયા, તા. મુન્દ્રા

મુદ્દામાલ –

( 1 ) દેશી દારૂ લીટર 510 કિં.રૂ. 10,200/- તેમજ પ્રોહી. ને લગતો મુદ્દામાલ જેમાં ( 2 ) પ્લાસ્ટિકના કેરબા નંગ-13, તથા ( 3 )પ્લાસ્ટિકની ડોલ નંગ-1, તથા ( 4 ) પ્લાસ્ટિકનો ટબ નંગ-1, તથા ( 5 ) પ્લાસ્ટિકની ગળણી નંગ-1, તથા ( 6 ) પાણીની ભરેલી બોટલો નંગ-11, તથા ( 7 ) પ્લાસ્ટિકનું પાથરણા નંગ-2, તથા ( 8 ) પ્લાસ્ટિકના ખાલી બારદાન નંગ-9, તથા ( 9 ) દારૂ ભરવા માટેની પ્લાસ્ટિકની નાની કોથળીઓ નંગ-500, તથા ( 10 ) વોટર કુલર બેગ પ્લાસ્ટિકની નંગ-1 તેમજ મોટર-સાયકલો ( 11 ) બજાજ કંપનીનું ડિસ્કવર મો.સા. રજી. નં.-જી.જે.-૧૨-બી.બી.-૦૯૨૫ જેની કિં.રૂ. 20,000/- તથા ( ૧૨ ) હીરો કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ મો.સા. જેના ચેસીસ નંબર nblhaw095k5j08783 તથા એન્જીન નંબર ha10agk5j20231, જેની કિં.રૂ.૨૦,૦૦૦/- એમ કુલ કિં.રૂ. ૫૦,200/-ના પ્રોહિ. મુદ્દામાલ બનાવના સ્થળેથી મળી આવેલ હોય ઉપરોક્ત ચાર આરોપીઓ વિરુદ્ધ ગુજરાત પ્રોહી. એક્ટ કલમ ૬૫(ઇ),૮૧,૯૮(૨) હેઠળ ગુન્હો રજીસ્ટર કરેલ છે.

આ કામગીરી કરનાર પોલીસ કર્મચારીઓ –

આ પ્રોહિબિશન અંગેની સફળ કામગીરીમાં મુન્દ્રા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ.એસ. ત્રિવેદી તથા સ્ટાફના એ.એસ.આઇ. દિનેશભાઈ મનુભાઈ ભટ્ટી, પોલીસ હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ વી. વાઘેલા, દર્શનભાઈ આર.રાવલ, શિવમ એચ.જોષી, ગોપાલભાઈ ડી. મહેશ્વરી તથા પોલીસ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ કે. સોલંકી વગેરેનાઓ જોડાયેલ હતા.