અંજાર પોલીસ સ્ટેશનના વરસાણા સીમ વિસ્તારમાથી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી પર કાર્યવાહી કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પુર્વ–કચ્છ, ગાંધીધામ


બોર્ડર રેન્જ આઇ.જી.પી.શ્રી જે.આર.મોથલીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક સાહેબશ્રી મહેન્દ્ર બગડીયા પૂર્વ કચ્છ, ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં પ્રોહી./જુગારની બદી નેસ્ત નાબુદ કરવા જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે આજરોજ પોલીસ ઇન્સપેકટરશ્રી એમ.એન.રાણા એલ.સી.બી.નાઓની આગેવાનીમાં એલ.સી.બી. દ્વારા ગાંધીધામ, અંજાર પો.સ્ટે. વિસ્તારમાં વરસાણા ગામની સીમમાંથી ગેસના બાટલાથી ચાલતી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી પર રેડ કરી નીચે મુજબનો મુદામાલ કબ્જે કરી કાર્યવાહી કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી માટે અંજાર પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે.
પકડાયેલ આરોપી –
( ૧ ) સુલતાન ઇશા ભાઈ કટીયા ઉ.વ.-૨૬ રહે.પડાણા તા.ગાંધીધામ
મુદ્દામાલની વિગત –
(૧) દેશી દારૂ લિટ૨-૩૦ કિ.રૂ. ૬૦૦/-
(૨) દેશી દારૂ બનાવવાનો આથો લિટ૨-૬૦૦ કિ.રૂ. ૧૨૦૦/-
(૩) ગેસનાં બાટલા નંગ-૨ તથા ચુલા નંગ -૨ કિ.રૂ. ૭૦૦૦/- અન્ય ભઠ્ઠીના સાધનો કિ.રૂ.૨૦૦ મળી – કુલ મુદામાલ કિ.રૂ. ૯૦૦૦/-
આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સપેકટર એમ.એન.રાણા તથા એલ.સી.બી. સ્ટાફ દ્રારા કરવામા આવેલ છે.
રિપોર્ટ ભારતી માખીજાણી અંજાર
