ગાંધીધામની જુની સુંદરપુરીમાં આઠ જુગારીઓ 19 હજારની રોકડ સાથે જુગટુ રમતા ઝડપી પડાયા..

ગાંધીધામના જુની સુંદરપુરીના તલાવડી વિસ્તારમાં બાતમીના આધારે રેડ પાડી જુગાર રમી રહેલા 8 ખેલંદાઓને રૂ.19 હજાર રોકડ સાથે પકડી પાડયા. પરંતુ પોલીસને જોઇ એક નાસી ગયો હતો. તો ગણેશનગર રીક્ષા સ્ટેન્ડમાં ક્રિકેટનો સટ્ટો રમતા બે ખેલી 45 હજારના મુદ્દામાલ સાથે જબ્બે

એ-ડિવિઝન પોલીસ મથકની ટીમ ગત સાંજે પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે જુની સુંદરપુરીમાં તલાવડી વિસ્તારમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા મનુભાઇ મોતીભાઇ વાઘેલા, ઉતમભાઇ ઉર્ફે રાહુલ રમેશભાઇ અઠવાલ, રાહુલભાઇ સુરેશભાઇ ઢાકા, રાજુભાઇ સોડાભાઇ વડેચા, અર્જુન રમાકાંત કુશ્વાહા, રોહિત જયસિંગભાઇ વાઘેલા, રાહુલ ઇશ્વરભાઇ પથરોલ અને સમીર છોટેરામ બીરલાને રૂ.19,000 રોકડ, રૂ.26,000 ની કિંમતના 6 મોબાઇલ અને રૂ.1,05,000 ની કીંમતની 3 મો.સા. મળી કુલ રૂ.1,50,100 ના મુદ્દામાલ સાથે પકડી પાડયા હતા.

આ રેડ દરમ્યાન મુકેશ વાલાભાઇ વાલ્મીકી નાસી જવામાં સફળ રહ્યો હોવાનું પીઆઇ એ.બી.પટેલે જણાવ્યું હતું. તો બી-ડિવિઝન પોલીસ મથકની ટીમ બપોરે દોઢ વાગ્યે પેટ્રોલીંગ કરી રહી હતી તે દરમ્યાન હેડ કોન્સ્ટેબલ ભરત ભાટી અને કોન્સ્ટેબલ રવિ પરમારને બાતમી હકીકત મળી હતી કે, ગણેશનગર રિક્ષા સ્ટેન્ડ પર બે શખ્સો ક્રીકેટના સટ્ટાનો જુગાર રમી-રમાડી રહ્યા છે.

આ બાતમીના આધારે ત્યાં રેડ પાડી ક્રીક બઝ એપ મારફત અફઘાનિસ્તાન અને ઝિંમાવેની મેચ પર સટ્ટો રમી-રમાડી રહેલા દિનેશ મેઘજીભાઇ ધેડા અને હરેશ રતનભાઇ લાલણને રૂ.5,330 રોકડ, રૂ.40 હજારની કિમતના બે મોબાઇલ મળી કુલ રૂ.45,330 ના મુદ્દામાલ સાથે પકડી ગુનો નોંધ્યો હતો.