સામખીયારી પો.સ્ટે. વિસ્તારમાંથી વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પુર્વ-કચ્છ, ગાંધીધામ


બોર્ડર રેન્જ આઈ.જી.પી.શ્રી જે.આર.મોથલીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા સાહેબશ્રી પૂર્વ કચ્છ, ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં પ્રોહી./જુગારની બદી નેસ્ત નાબુદ કરવા જરૂરી સુચના આપેલ હોય આજરોજ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ.એન. રાણા એલ.સી.બી નાઓની આગેવાનીમાં શ્રી ડી.આર.ગઢવી પોલીસ સબ ઇન્સપેક્ટર તથા એલ.સી.બી.ટીમ સામખીયારી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન ખાનગી બાતમી હકીકત આધારે સામખીયારી શાંતીનગર વિસ્તારમાં રેડ કરી નીચે જણાવ્યા મુજબ આરોપી તથા મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી સામખીયારી પોલીસ સ્ટેશન ને સોંપવામાં આવેલ છે.
પક્ડાયેલ આરોપીનું નામ : ( ૧ ) સોહીલ હાજી થેબા ઉ.વ. -૨૨ ૨હે. જંગી રોડ, સામખીયારી તા. ભચાઉ
પકડવાના બાકી આરોપીનુ નામ : ( ૧ ) ધર્મેદ્ર ઉર્ફે ધમો કાનજીભાઈ મણકા રહે. શાંતીનગર, સામખીયારી તા.ભચાઉ
મુદામાલની વિગત : અંગ્રેજી દારૂની નાની મોટી બોટલો નંગ -૧૮૯ કિ.રૂ.૩૩,૯૦૦/- બિયર ટીન નંગ -૩૧૨ કિ.રૂ.૩૧,૨૦૦/- કુલ કિં.રૂ. : ૬૫,૧૦૦/- નો દારૂ મોબાઇલ ફોન નંગ -૧ કિ.રૂ.૫૦૦૦/- કુલ કિ.રૂ.૭૦,૧૦૦/-
આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઈન્સપેકટર એમ.એન.રાણા તથા પોલીસ સબ ઈન્સપેકટર ડી.આર.ગઢવી તથા એલ.સી.બી.સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે.
રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ