ગાંધીધામ ટાગોર રોડ પર કિયા કાર અને મેક્સિમો કાર વચ્ચે અકસ્માત : એકને ઇજા


ગાંધીધામ ટાગોર રોડ પર સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ પાસે કિયા કાર ચાલકે ફૂલઝડપે ચલાવી મેક્સિમો ગાડીમાં પાછળથી ટક્કર મારતા ગાડી પલ્ટી મારી ગઈ હતી.
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આજે સવારે 7 વાગ્યા આસપાસ મેક્સિમો ચાલક રાજુભાઈ પોતાના ગાડી લઇ ટાગોર રોડ પર જઈ રહ્યા હતા ત્યારે પાછળથી ફૂલ ઝડપે આવી રહેલી કિયા કારે મેક્સિમો ગાડીમાં પાછળથી ટક્કર મારતા ગાડી પલટીથી થઇ હતી તેમજ કિયા કાર મેક્સિમો ગાડી સાથે અથડાયા બાદ ઝાડમાં અથડાતા બુકડો બોલી ગયો હતો. તો કિયા ચાલાકને પણ ઇજા થઇ હતી.
રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ