અંજાર પો.સ્ટે. વિસ્તારમાંથી વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પુર્વ કચ્છ, ગાંધીધામ


બોર્ડર રેન્જ આઈ.જી.પી.શ્રી જે.આર.મોથલીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા સાહેબશ્રી પૂર્વ કચ્છ, ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં પ્રોહી./જુગારની બદી નેસ્ત નાબુદ કરવા જરૂરી સુચના આપેલ હોય આજરોજ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ.એન રાણા એલ.સી.બી નાઓની આગેવાનીમાં એલ.સી.બી.ટીમ અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન ખાનગી બાતમી હકીકત આધારે અંજાર ખાતે માતીયાનગરમાં રેડ કરી નીચે જણાવ્યા મુજબ આરોપી તથા મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી અંજાર પોલીસ સ્ટેશન ને સોંપવામાં આવેલ છે.
પક્ડાયેલ આરોપીનુ નામ :
( ૧ ) દિનેશ કુમાર ધનજીભાઇ મહેશ્વરી ઉ.વ. -૩૧ ૨હે. મતીયાનગર, અંજાર
પકડવાના બાકી આરોપીનુ નામ :
( ૧ ) મહેંદ્રસિંહ ઉમેદસિંહ જાડેજા રહે. અંજાર
મુદામાલની વિગત : અંગ્રેજી દારૂની ૭૫૦ એમ.એલની બોટલો નંગ -૧૨૦ કિ.રૂ.૪૩,૫૦૦/- છક્ડો રીક્ષા મેં.જીજે – ૧૨ – બીયુ -૩૯૮૨ કી.રૂ.૫૦,૦૦૦/- કુલ કિ.રૂ.૯૩,૫૦૦/-
આ કામગીરી લોકલ ક્રાઈમ બ્રાન્ચનાં પોલીસ ઈન્સપેકટર એમ.એન.રાણા તથા પોલીસ સબ ઈન્સપેક્ટર ડી.આર.ગઢવી તથા એલ.સી.બી.સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે.
રિપોર્ટ ભારતી માખીજાણી અંજાર
