મુંબઈ બાન્દ્રા વેસ્ટમાં બે માળની ઈમારત તૂટી પડતા એકનું મોત : પરિવારજનોમાં આક્રંદ

મહારાષ્ટ્રના પાટનગર મુંબઈમાં મધરાત્રે મોટી દુર્ઘટના ઘટી છે રાત્રે બાર વાગ્યાની આસપાસ બાન્દ્રા વેસ્ટ વિસ્તારમાં બુધવારે રાત્રે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પાસે એક બે માળની ઈમારત તૂટી પડી આ દુર્ઘટનામાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે જ્યારે ૨૨ જેટલા લોકો ઘાયલ થયા છે તૂટી પડેલી ઇમારતના કાટમાળમાં અનેક લોકો ફસાયેલા હોવાની આશંકા છે સ્થાનિક લોકોએ ફાયરની ટીમો પહોંચી તે પહેલા કેટલાક લોકોનું રેસ્કયુ કરી લીધું હતું

હાલ ફાયર બ્રિગેડની ચાર થી પાંચ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે બચાવ કાર્ય ચાલુ છે ફાયર વિભાગના જણાવ્યા મુજબ સ્થાનિક લોકોએ આપેલી જાણકારી મુજબ હજુ કાટમાળમાં બે લોકો ફસાયેલા છે જેમને રેસ્ક્યુ કરવાનું કામ ચાલુ છે ઘાયલોને હોસ્પિટલ ખસેડાયા છે.