મુન્દ્રમાં બાળકનું અપહરણ થતા પોલીસ દોડધામમાં.

તા : ૨૩.૭.૧૮ : નો બનાવ

મુન્દ્રાની અદાણી કોલોનીમાં રહેતો બાળક બપોરે સ્કૂલમાંથી છૂટ્યા બાદ ઘરે જઈ રહ્યો હતો ત્યારે એક સફેદ કલરની સ્કોર્પિઓ કારમાં અજાણ્યા કચ્છી બોલતા શખ્સોએ તેને ખેંચીને કારમાં બેસાડી લાઇ ગયા હતા. તે દરમિયાન આ કાર સાંજે કોડાયપુલ પાસે કાર ઉભી રાખી તેમાંથી શખ્સો કોઈ કારણોસર નીચે ઉતર્યા ત્યારે આ બાળક મોકાનો ફાયદો ઉપાડી ત્યાંથી ભાગી ગયો હતો. અને ત્યાંના સ્થાનિક લોકો પાસે જઈ પોતાનું અપહરણ થયાનું જણાવતા માંડવી પોલીસ ને જાણ કરવામાં આવી હતી. તે દરમિયાન કાર ચાલકો નાસી ગયા હતા. માંડવી પોલીસે અદાણી સ્કૂલને જાણ કરતા સ્કૂલના જવાબદારો અમરસિંહ ભટ્ટી અને અરવિંદ સોની નામના વ્યક્તિઓ ત્યાં દોડી આવ્યા હતા. ત્યાર બાદ બાળકના વાલીઓ આવી જતા બાળકને તેમના વાલીઓને સોંપવામાં આવ્યો હતો. જોકે, મુન્દ્રા પોલીસ મથકના પીઆઈ એમ.એન.ચૌહાણે જણાવ્યું હતું કે શાળાના શિક્ષકે ભણતર બાબતે વાલીઓને બોલાવવા છાત્ર ને કહ્યું હતું. માતા-પિતાના થાપકની બીકે બાળક એક રિક્ષામાં બેસીને નીકળી ગયો હતો. બાળકનું કોઈજ અપહરણ થયું જ નથી.

વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર ટીવી ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે. અને gtpl ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *