કપડાંની ઘાસડી ભરેલી ટ્રકમાં અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠી


ગાંધીધામ શહેરમાં આજે સુધારાઈના ટાઉનહોલ સામે મિરાજ સિનેમા નજીક કપડાના ટુકડા સહિતની સામગ્રી ભરેલી ટ્રકમાં અચાનક આગ લાગી હતી જાહેર માર્ગ પર ટ્રકમાં લાગેલી આગના બનાવના પગલે દોડધામ થઈ જવા પામી હતી આગના કારણે ટ્રકમાં ભારે નુકશાન પહોંચ્યું હતું નગરપાલિકા અને ઇ. આર. સી. ના ફાયર ફાઈટર દ્વારા સળગતી ટ્રક પર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાઇ હતી જોકે આગની જાણ થતા ટ્રક ચાલક ટ્રકમાંથી તુરંત નીચે ઉતરી જતા તેનો બચાવ થયો.