કેરીના બોક્સમાં એવું તો શું મળ્યું કે, બે લોકોની ધરપકડ કરવામાં આવી..

હાલ ગુજરાતમાં કેરીની સીઝન ચાલી રહી છે તેમાં પણ તાલાળા ગીરની કેસર કેરીની બોલબાલ છે આ દરમિયાન ગીર-સોમનાથ પોલીસે કેસર કેરીની આડમાં દારૂની હેરાફેરી કરતા બે શખ્સોને ઝડપી પાડયા છે કેસર કેરીના બોક્સમાંથી દારૂ ઝડપાતા પોલીસ પણ ચોંકી.

ઉના શહેરમાંથી ઝડપાયો વિદેશી દારૂનો જથ્થો મળતી માહિતી પ્રમાણે ઉના પોલીસે વિદેશી દારૂના જથ્થાની હેરીફેરી કરવાના નવા નુસ્ખાઓ પર્દાફાશ કર્યો હાલ કેરીની સીઝન પુરબહારમાં છે ત્યારે ધરપકડ કરવામાં આવેલા બન્ને શખ્સો કેરીના બોક્સમાં દારૂ અને બીયરની બોટલો ગોઠવીને તેની હેરાફેરી કરી રહ્યા હતા

પોલીસે બંને આરોપીની ધરપકડ કરીને કેરીના બોક્સની આડમાં છુપાવેલા ૩૧ હજારનો વિદેશી દારૂ પકડી પાડયો મળતી માહિતી પ્રમાણે ગીર સોમનાથ જિલ્લાના ઉના શહેરના બસ સ્ટેશનમાંથી લોકલ ક્રાઈમ બ્રાન્ચે બે વ્યક્તિઓ પાસે રહેલા કેસર કેરીના બોક્સની તપાસ કરતા સમગ્ર ભાંડાફોડ થયો હતો આ સાથે જ પોલીસે બંને શખ્સોની ધરપકડ કરી.