ઓવરલોડ મીઠું ભરી પસાર થતા ત્રણ ભારેખમ ટ્રક આરટીઓએ ઝડપી પાડયા

ભચાઉ તાલુકાના નેર અને કડોલ ગામથી બેફામ રીતે ઓવરલોડ મીઠાના ટ્રક ભરીને નીકળતા ટ્રક ચાલકો ભચાઉના પરા વિસ્તાર ભવાનીપુર અને નવી ભચાઉના રીંગ રોડને ચોર રસ્તો બનાવી પસાર થઈ રહ્યા હતા તે સમયે આજે ગાંધીધામ આર ટી ઓ દ્વારા ત્રણ ભારેખમ વાહનોને રોકી એક વાહનને ડીટેઈન કરી બે વાહનોને મેમો આપવામાં આવ્યો હતો આ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ તાલુકાના નેર નજીકના બિન અધિકૃતિ રીતે ચાલી રહેલા મીઠાના કારખાના ઓમાથી ભારેખમ વાહનોમાં ઓવરલોડ રીતે મીઠું ભરીને ગાંધીધામ કંડલા નજીકની કંપનીઓમાં પહોંચાડવામાં આવ્યું હતું આ મીઠાની ટ્રકો ભચાઉના પરા વિસ્તાર નવી ભચાઉ અને ભવાનીપુર જેવા વિસ્તારોમાંથી આર ટી ઓથી બચવા પસાર કરવામાં આવે છે પરંતુ ભચાઉમાં આજે આરટીઓ વિભાગના અધિકારી જે એલ પટેલ અને એસ જે મેવાડા સહિતના સ્ટાફે પસાર થતી ત્રણ મીઠું ભરેલી ઓવરલોડ ટ્રકોને રોકી હતી જેમાંથી એક ટ્રક GJ-12 BJ 9319ને પોલીસ સ્ટેશન લઇ રૂ.27000 પ્લસ ટેક્ષની વસૂલી કરવામાં આવી હતી ત્યારબાદ અન્ય બે ટ્રકોને 30 થી 35,000નો મેમો આપવામાં આવ્યો હતો જેમાં ફિટનેસ તેમજ લાયસન્સ જેવા આધારો બાબતે દંડ ફટકારવામાં આવ્યો હતો આજે ભચાઉમાંથી આડેધડ રીતે પસાર થતા મીઠાના ઓવરલોડ ભરેલ  ટ્રકો આરટીઓ વિભાગને નજરે પડતા ભવાનીપુર નવી ભચાઉના લોકોને હાશકારો થયો છે તો ઓવરલોડ માલ ભરી વાહનો દોડાવતા તત્વોમાં આરટીઓ જાગૃત થતાં ફફડાટ મચી જવા પામી.