ગેસના બાટલાનું ગેરકાયદે વાહનોમાં રિફિલિંગ કરતા બે ઇસમો પકડાયા

શિવકૃપાનગરમાં આવેલી કૃપાલી મોટર ગેરેજમાં એલસીબીએ બાતમીના આધારે દરોડો પાડીને ઘર વપરાશના ગેસની બોટલોનું ગેરકાયદે વાહનોમાં રિફિલિંગ કરી દેતા બે ઇસમોને રૂ. ૮૦૦૦ ની કિંમતના આઠ નંગ ગેસ સિલિન્ડર ૩૦ હજારની કાર અને રિફિલિંગ કરવાની મોટર રેગ્યુલટર સહિત 39,500ના મુદ્દામાલ સાથે પકડી પાડી એ ડિવિઝન સ્ટેશન સોપયા છે. પ્રાપ્ત વિગતો મુજબ એલ.સી.બી.ની ટીમે બાતમી પરથી માંડવી ઓકટ્રોટ પાસેના શિવકૃપાનગરમાં આવેલી કૃપાલી મોટર ગેરેજમાંથી શેખ ફળિયામાં રહેતા અબ્દુલ ગની ઓસમાણશા શેખ ઉંમર વર્ષ 30 અને ગણેશનગરમાં રહેતા નીરેનગર પ્રવીણગર ગોસ્વામી ઉંમર વર્ષ 30 નામના બે ઇસમોને ઝડપી પાડયા હતા પકડાયેલા યુવાનો ઘર વપરાશના ગેસના બાટલાને કોમર્શિયલ ઉપયોગ માટેના હેતુ સર ગેરકાયદે ગેરેજમાં આવતા વાહનોમાં ગેસ ફીટમાં રિફિલિંગ કરી આપતા હોય બંનેના કબ્જામાંથી 8 નંગ ગેસની બોટલો અને કાર તેમજ ગેસ રિફિલિંગ કરવાની મોટર રેગ્યુલટર સહિતનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી માટે એ ડિવિઝન ને સોંપવામાં આવેલ છે.