પશ્ચિમ ગુજરાતમાં વટેમાર્ગુના દસ ફોન લૂંટનારાની ધરપકડ

ગુજરાતના પશ્ચિમ વિસ્તારમાં વટેમાર્ગુના હાથમાંથી મોબાઈલ ફોન લૂંટીને ધૂમ સ્ટાઈલે ફરાર થઇ જતાં લુટારાની ધરપકડ કરી પોલીસે 10 મોબાઈલ ફોન અને એક્ટિવા કબ્જે કર્યાં હતા. પૂછપરછમાં આરોપીએ આનંદનગર, સેટેલાઈટ, વાસણા અને ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાંથી આ મોબાઈલ ફોન લૂંટ્યા હોવાનું સ્વીકાર્યું હતું.

વટેમાર્ગુઓના હાથમાંથી ફોન લૂંટીને એક્ટિવા પર ફરાર થઇ જતા લુટારાને શોધવા ઝોન-7 એલ.સી.બી. પીએસઆઈ જે.બી. પરમારે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ આદરી મોહસીન મહેબુબ શેખ(ઉં.24, રહે.મિરઝાપુર)ને ઝડપી રૂ.1.38 લાખની કિંમતના 10 મોબાઈલ અને એક્ટિવા મળીને રૂ.1.73 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે મોહસીનની પૂછપરછ કરતાં તેણે આ ફોન આનંદનગર, વાસણા, સેટેલાઈટ અને ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાંથી લૂંટ્યા હોવાનું કબૂલ્યું હતું.

મોહસીને જણાવ્યું હતું કે, તે સાંજના સમયે એક્ટિવા પર નીકળતો અને વટેમાર્ગુઓના હાથમાંથી ફોન લૂંટીને ભાગી જતો હતો. આરોપી મોહસીન અગાઉ પણ કાલુપુર અને કારંજ વિસ્તારમાં મોબાઈલ લૂંટના ગુનામાં પકડાયો હતો.