પોકેટ કોપની મદદથી વાહન ચોરીના 14 મોટર સાયકલ (બાઈક) સાથે બે આરોપીને પકડી પાડતી ભચાઉ પોલીસ

પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર. મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ કચ્છ તથા પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી કે.જી. ઝાલા સાહેબ ભચાઉ વિભાગનાઓ તરફથી જિલ્લામાં મિલકત સબંધી તેમજ વાહન ચોરીના ગુનાઓ બનતા અટકાવવા તેમજ બનેલ ગુનાઓ શોધી કાઢવા આપેલ સુચના આધારે મદદનીશ પોલીસ અધિક્ષકશ્રી આલોક કુમાર સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એસ.એન કરંગીયા તથા પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી બાતમી આધારે ભચાઉ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી આરોપી બકુલ વેલાભાઈ કોલી રહે નંદગામ તા. ભચાઉ તથા ગોવિંદ રણછોડ કોલી રહે વોંધ તા. ભચાઉ વાળાઓ પાસેથી અલગ અલગ કંપનીના 14 મોટર સાયકલ તેમજ મોબાઇલ ફોન મળી આવેલ જે મોટર સાયકલ તેમજ મોબાઈલના આધાર પુરાવા તેમજ મોટર સાયકલના રજીસ્ટેશન કાગડો મંગતા નહીં હોવાનું જણાવેલ જેની વધુ પુછપરછ કરતા તમામ મોટર સાયકલો અંજાર, ગાંધીધામ, ભચાઉ વિસ્તારમાંથી ચોરી કરેલાની કબૂલાત આપતા સી આર પી સી કલમ 102 મુજબ કબ્જે કરી મજકુર બંનૈ ઇસમોને સીઆરપીસી કલમ 41 (1)(d) મુજબ અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે

પકડાયેલા આરોપીઓ –

( 1 ) બકુલ વેલાભાઇ કોલી રહે નંદગામ તા. ભચાઉ મુળ રહે રામદેવપીરવાંઢ તા. ભચાઉ

( 2 ) ગોવિંદ રણછોડ કોલી ઉંમર વર્ષ 22 રહે હાઈવે પ્લોટ વોંધ તા. ભચાઉ

કબ્જે કરેલ મુદ્દામાલ –

ક્રમએન્જીન નંબરચેસીસ નંબરરજીસ્ટર નંબરકિંમત રૂપિયા  
1ha10ejeha19972mblha10meha2067625000/-
2ha11emk5g11748mblhac029k5g41840gj12ea706030000/-
3ha11epjsk00059mblhar056j5k00353gj12dp985335000/-
4ha10edagk15647mblhaa10ahagk19712gj12eb124625000/-
5ha10egbhk01697mblha10abbhk22316gj12bl957010000/-
6jc71et1068847me4j6715fhto4284gj12dh483240000/-
7ha10egbhe13363mblha10abbhe11486gj12bk777825000/-
8ha11ekfqe00534mblha11azfqe00700gj12cl307725000/-
9ha11epjsc00941mblhar059j5c0095225000/-
100415e1424004e16f1427810000/-
11jbzpcg73571md2a14az2cpg57347gj04bm300925000/-
12ha10erehj1704815000/-
13jc36e0073086me4jc363c78055551025000/-
14ha10elcqd08517mblha10ascqd07585gj12bq422010000/-
15મોબાઇલ નંગ-૧2000/-
કુલ કિં.રૂ.૩,૨૭,૦૦૦/-

શોધી કાઢેલ ગુના –

અંજાર પોલીસ સ્ટેશન ગુ.ર.નંબર ૧૧૯૯૩૦૦૩૨૧૧૩૦૪/૨૧ ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબ

આ કામગીરી મદદનીશ પોલીસ અધિક્ષકશ્રી આલોક કુમાર તથા પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એસ.એન કરંગીયા તથા ભચાઉ પોલીસ સ્ટાફ સાથે રહી કરવામાં આવેલ છે