ગેરકાયદેસર દેશી હાથ બનાવટની સિંગલ નાળવાળી બંદુક પકડી પાડતી આડેસર પોલીસ

મે.પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ, બોર્ડર રેન્જ ભુજ તથા મે.પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ, પૂર્વ કચ્છ ગાંધીધામનાઓએ ગેરકાયદેસ૨ હથિયારો શોધી કાઢી કાયદેસર કાર્યવાહી કરવા અંગેની વખતો – વખત આપેલ સુચનાઓ અનુસંધાને મે.ના.પો.અધિ.શ્રી કે.જી.ઝાલા સાહેબ, ભચાઉ વિભાગ તથા સી.પી.આઇ.શ્રી ડી.એમ.ઝાલા સાહેબ, રા૫૨ સર્કલ રા૫૨નાઓના માર્ગદર્શન મુજબ આડેસર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઈન્સપેક્ટર બી.જી.રાવલ તથા પોલીસ સ્ટાફના માણસો પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન પો.સ.ઇ. બી.જી.રાવલ નાઓને મળેલ બાતમી આધારે ટગા ગામમાંથી ગેરકાયદેસર એક દેશી હાથ બનાવટની સિંગલ નાળવાળી બંદુક સાથે એક ઇસમને પકડી પાડી તેના વિરૂધ્ધ આડેસર પોલીસ સ્ટેશનમાં આ એક્ટની કલમ તળે ગુનો રજીસ્ટર્ડ કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.

પકડાઈ જનાર આરોપી –

( ૧ ) ૨ફીક નજ૨મામદ ભટ્ટી, ઉ.વ.૩૪.રહે.ગામ ટગા, તા.રાપ૨

કબ્જે કરેલ મુદ્દામાલ –

( ૧ ) એક સિંગલ નાળવાળી દેશી હાથ બનાવટની બંદુક કિ.રૂ.૫,૦૦૦/-

આ કામગીરી કરનાર અધિ./કર્મચારી –

આ કામગીરી પો.સ.ઇ.બી.જી.રાવલ તથા પો.હેડ.કોન્સ.અરવિંદસિંહ સુરૂભા તથા પો.કોન્સ. વિષ્ણુદાન ગઢવી તથા દલપતસિંહ પીરાજી તથા યોગેન્દ્રસિંહ ચંદસિંહ તથા નિકુલકુમા૨ ભુપતાજી વગેરે નાઓનાએ કરેલ.

રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ