પ્રોહીબીશનનાં લીસ્ટેડ બુટલેગરને પાસા તળે અટકાયત કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પુર્વ – કચ્છ ગાંધીધામ

બોર્ડર રેન્જ આઇ.જી.પી.શ્રી જે.આર.મોથલીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક સાહેબશ્રી મહેન્દ્ર બગડીયા પૂર્વ કચ્છ, ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિ આચરતા ઇસમો ૫૨ રોક લગાવવા અને જરૂરી અટકાયતી પગલા લેવા સુચના આપેલ હોય જેથી એલ.સી.બી. દ્વારા જિલ્લાનાં કુખ્યાત બુટલેગર શિવરાજસિંહ મદસિંહ શેખાવત વિરૂધ્ધ અંજાર, ગાંધીધામ એ ડીવીઝન, કંડલા મરીન તથા સામખ્યાળી પોલીસ સ્ટેશનમાં મોટા જથ્થાનાં પ્રોહીબીશનનાં ગુનાઓ દાખલ થયેલ હોય તેના વિરુધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરવામાં આવેલ અને મહે. કલેકટરશ્રી કચ્છ – ભુજની કચેરીએ મોકલી આપવામા આવેલ અને મહે. કલેકટરશ્રી ત૨ફથી પાસા દરખાસ્ત મંજુર રાખી વોરંટ ઈશ્યુ કરતા શ્રી એમ.એન.રાણા પોલીસ ઈન્સપેકટર એલ.સી.બી. તથા એલ.સી.બી. ટીમ દ્વારા ઉપરોકત ઇસમને પાસા તળે અટકાયતમાં લઈ મધ્યસ્થ જેલ, વડોદરા ખાતે જેલ હવાલે મોકલી આપવામા આવેલ છે.

અટકાયતીનું નામ –

શિવરાજસિંહ મદનસિંહ શેખાવત ઉ.વ. ૪૨ રહે. મ.નં. ૧૧૬, બાગેશ્રી પામ સોસાયટી ગળપાદર તા.ગાંધીધામ

આ કામગીરી લોકલ ક્રાઈમ બ્રાન્ચનાં પોલીસ ઈન્સપેકટર એમ.એન.રાણા તથા એલ.સી.બી.સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે.

રીપોર્ટ ભારતી માખીજાણી ગાધીધામ