રૂ.૧૩,૩૭,૨૧૦/-ની કિંમતના થયેલ ચોખા ચોરીનો ભેદ ઉકેલી ચોખા ચોરી તથા ખાધ્ય તેલ ચોરીના આરોપીઓની ગેંગને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પુર્વ –કચ્છ, ગાંધીધામ

બોર્ડર રેન્જ આઇ.જી.પી.શ્રી જે.આર.મોથલીયા સાહેબશ્રી, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક સાહેબશ્રી મહેન્દ્ર બગડીયા પૂર્વ કચ્છ, ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં બનતા મિલ્કત સબંધી ગુનાઓના બનાવો શોધી કાઢવા તથા અટકાવવા માટે જરૂરી સુચના આપેલ હોઇ જેથી આજરોજ એમ.એન.રાણા પોલીસ ઈન્સ્પેક્ટર એલ.સી.બી.નાઓની આગેવાનીમાં એલ.સી.બી.ટીમ ગાંધીધામ તથા ભચાઉ પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન ગઈ તા.૦૪/૦૫/૨૦૨૨ થી તા.૧૨/૦૫/૨૦૨૨ દરમ્યાન યુ – બલ્યુ શીપીંગ કંપનીના ગાડાઉન માથી થયેલ ચોખા ચોરી તથા નાની ચિરઈ ખાતેથી મળી આવેલ ખાધ્ય તેલના આરોપીઓ તથા મુદ્દામાલ નાની ચિરઈ તથા ગાંધીધામ ખાતેથી પક્ડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

પકડાયેલ આરોપીઓનાં નામ ( ચોખા ચોરી ) –

( ૧ ) ચીરાગ માધવજી ગોહીલ ઉ.વ.૨૭ રહે.જલારામ સોસાયટી, ભચાઉ

( ૨ ) અલીમામદ કાસમભાઇ ભટ્ટી ઉ.વ.૨૩.નાની ચિરઈ કુભારવાસ તા.ભચાઉ

( 3 ) હાજી ભચુભાઈ નાગડા ઉ.વ.૨૨ રહે.નાની ચિરઈ કુભારવાસ તા.ભચાઉ

( ૪ ) અનવ૨ ભાઈ જાનમામદ ભટ્ટી ઉ.વ.૨૭ નાની ચિરઇ તા.ભચાઉ

( ૫ ) જુણસ ઉર્ફે રોમન હકીમ ૫રીઠ ઉ.વ.૨૬ રહે.નાની ચિરઇ તા.ભચાઉ

( ૬ ) મુબારક ભચુભાઇ નાગડા ઉ.વ.૨૬ નાની ચિરઈ કુભા૨વારા તા.ભચાઉ

પડાયેલ આરોપીઓનાં નામ ( ખાધ્ય તેલ ચોરી ) –

( ૧ ) ચીરાગ માધવજી ગોહીલ ઉ.વ.૨૭ રહે.જલારામ સોસાયટી, તા.ભચાઉ

ચોખા ચોરી તથા ખાધ્ય તેલના ગુનામાં પકડવાનાં બાકી આરોપી – ( ૧ ) ભરત ગોવિંદ ભાઈ ચાવડા રહે.ગોકુલગામ તા.ભચાઉ

ચોખા ચોરી ગુનામાં પકડવાનાં બાકી આરોપી – ( ૧ ) વસીમખાન જમીરખાન શેખ રહે.પી.એસ.એલ કાસ્ગો ઝુંપડા ગાંધીધામ ( ૨ ) કાસમ ઈશાક સોતા રહે.ખારીરોહર તા.ગાંધીધામ ( 3 ) સલીમ નુરમામદ કોરેજા રહે. મીઠીરોહર તા.ગાંધીધામ

શોધી કાઢેલ ગુનાની વિગત – બી ડીવી.પો.સ્ટે.ગાંધીધામ ગુ.૨.નં .૪૯૨/૨૦૨૨ ઇ.પી.કો. ૩૮૦,૪૫૪,૪૫૭

કબ્જે કરેલ મુદ્દામાલ –

( ૧ ) ચોખા બોરી નંગ-૯૭ કી.રૂ.૧,૩૨,૩૫૬/-

( ૨ ) ટેમ્પો વાહન નં. GJ -૧૨ – AW – ૦૪૯૫ કી.રૂ.૨,૦૦,૦૦૦/-

( 3 ) મોબાઇલ ફોન નંગ-૩ કી.રૂ. ૧૫,૦૦૦/-

( ૪ ) રોકડા રૂપીયા – ૧,૦૦,૦૦૦/-

( ૫ ) ખાધ્ય તેલ લીટર–૪૩૦ કી.રૂ.૬૬,૨૨૦/-

( ૬ ) બોલેરો કેમ્પર વાહન – કી.રૂ.૨,૦૦,૦૦૦/-

કુલ મુદ્દામાલ કી.રૂ.૭,૧૩,૫૭૬/-

આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સપેકટર એમ.એન.રાણા તથા એલ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે.

રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ