જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી માંડવી પોલીસ

મે.પોલીસ મહાનિરીક્ષક સા.શ્રી જે.આર.મોથાલીયા.સા.બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ – ભુજ શ્રી સૌરભસિંઘ સાહેબનાઓએ પશ્ચિમ કચ્છ – ભુજ જીલ્લામાં પ્રોહીબિશન તથા જુગારની બદી નેસ્ત નાબુદ કરવા સુચના આપેલ જે અન્વયે એ.પી.ચૌહાણ ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક સાહેબશ્રી ભુજ વિભાગ ભુજનાઓના માર્ગદર્શન મુજબ માંડવી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર એન.કે.રબારી તથા પોલીસ સ્ટાફના કર્મચારીઓ પ્રયત્નશીલ હતા. દરમ્યાન માંડવી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર એન.કે.રબારી નાઓએ સુચના કરેલ કે હાલમાં પોલીસ અધિક્ષક સાહેબની કચેરી તરફથી પ્રોહી – જુગાર ડ્રાઇવ ચાલુમાં હોઇ પ્રોહી/જુગારના કેસો શોધી કાઢવા જેથી પોલીસ સ્ટાફના કર્મચારીઓ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન સર્વેલન્સ સ્ટાફના પો. હેડ. કોન્સ. વાલાભાઇ દાનાભાઇ નાઓને સચોટ અને ભરોસાલાયક બાતમી હકીકત મળેલ કે પીપરી – ગુંદીયાળી રોડ પર આવેલ ખેતરપાળ દાદાના મંદીર પાસે અમુક ઇસમો પૈસા વડે હારજીતનો જુગાર રમે છે જે આધારે તે જગ્યાએ જઇ રેડ કરતા ત્રણ મહીલાઓ જુગાર રમતા મળી આવેલ જેથી ત્રણેય પાસેથી રોકડા રૂ.કુલ.૧૭,૯૦૦/- તથા ગંજી પાના નંગ-52 કી.રૂ.૦૦/૦૦ કબ્જે કરેલ તેમજ ત્રણેય મહીલા આરોપીઓને મહીલા પોલીસ કર્મચારી ઓની હાજરીમાં અટક કરી ત્રણેય મહીલા વિરૂધ્ધ કારદેસરની કાર્યવાહી કરેલ છે.

કબ્જે કરેલ મુદ્દામાલ – ( ૧ ) રોકડા રૂ.૧૭,૯૦૦/- ( ૨ ) ગાંજીપાના નંગ-૫૨ કી.રૂ.૦૦/૦૦ કુલ મુદ્દામાલ કી.રૂ.૧૭,૯૦૦/-

ઉપરોકત કામગીરીમાં પોલીસ ઇન્સ્પેકટર એન.કે.રબારી સા.ની સુચનાથી પો.હેડ.કોન્સ.વાલાભાઇ દાનાભાઇ, લીલાભાઇ દેસાઇ, પો.કોન્સ. ભાર્ગવકુમાર નાગજીભાઇ, ભગીરથસિંહ જેપાલસિંહ, દિનેશજી પરથીજી તથા મહીલા પો.કોન્સ શીતલબેન કોવાડીયા એ રીતેના પોલીસ સ્ટાફના માણસોએ સફળ કામગીરી કરેલ.

રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ