” ચોરી કરતા ઇસ્મોને રંગે હાથ પકડી પાડી ગુનાનો ભેદ ઉકેલતી પધ્ધર પોલીસ ”

બોર્ડર રેન્જ પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મોથલીયા સાહેબ તથા પશ્ચિમ કચ્છ – ભુજ પોલીસ અધિક્ષકશ્રી સૌરભસિંધ સાહેબ નાઓની સુચના અન્વયે ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષકશ્રી એ.પી.ચૌહાણ સાહેબ ભુજ વિભાગ, ભુજનાઓના માર્ગદર્શન હેઠળ મિલ્કત સંબંધી ગુનાઓ બનતા અટકાવવા માટે સુચના આપવામા આવેલ હોઇ જે અનુસંધાને પધ્ધર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સપેક્ટર વી.બી.ઝાલા તથા પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો.સ.ઇ.વી.બી.ઝાલા નાઓને ખાનગી બાતમી હકીકત મળેલ કે હાલે વડવા તેમજ વાવડી સીમ ડુંગર વિસ્તારમા હાલ ગેટકો કંપની દ્વારા ઉભા કરવામા આવેલ વિજ-પોલ ઉપર વિજ લાઇન નાંખવાનું કામ ચાલુ છે, અને આ ઉભા થયેલ વિજ-પોલમા અમુક ઇસ્મો હાલે કોઇ પણ જાતની પરવાનગી વગર ગેસ કટરથી આ વિજ-પોલ પાડી તેમાથી લોખડ ની પ્લેટો કાપી રહેલ છે. જે સચોટ અને ભરોસાપાત્ર હકીકત આધારે આ જગ્યાએ જઇ તપાસ કરતા ત્યા એક ઇસ્મ નુરમામદ હાજી સિચારીયા ઉ.વ.૨૯ રહે.ગઢેર તા.ભુજ-કચ્છ વાળો હાજર મળી આવેલ અને સદર ઇસ્મના કબ્જામાથી આધાર પુરાવા વગરનો માલ જેમા લોંખડની પ્લેટો વજન આશરે ૧૩૯૦/- કિં.રૂ. ૧,૧૧,૨૦૦/-નો તથા આ વિજ-પોલની પ્લેટો કાપવા માટેના સાધનો જેમા ગેસ નો બાટલો નંગ-૧ કિં.રૂ. ૧૦૦૦/- તથા ઓકિસજનના બાટલા નંગ-૩ કિંમત રૂપિયા ૬૦૦૦/-તથા કરવત, પટીઓ, પાનાઓ વગેરે મળી કુલ કિમત રૂપિયા ૧,૧૯,૨૦૦/- નો મુદામાલ શક પડતી મિલ્કત સી.આર.પી.સી.કલમ ૧૦૨ મુજબ કબ્જે કરવામા આવેલ છે અને સદર ઇસ્મ તથા તેની સાથેના અન્ય ચાર ઇસ્મો બધા ભેગા મળી અને આ વિજ-પોલોને પાડી તેની પ્લેટો ને ગેસ કટર તેમજ કરવત-પટી વડે કાપી વાહનમા ભરી વેંચાણ કરે છે. જે આ કામે ઉપરોકત જગ્યાએ થયેલ ચોરી બાબતે સ્ટેરલાઇટ પાવર ટ્રાન્સમિશનના અધીકારીની ફરીયાદ દાખલ કરી અને પધ્ધર પો.સ્ટે.માં દાખલ થયેલ ગુન્હા કામે આરોપીને પકડી પાડી આરોપી વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપી – ( ૧ ) પધ્ધર પો.સ્ટે.એ પાર્ટ ગુ.ર.ન. નંબર -૨૮૧/૨૦૨૨ આઇ.પી.સી.કલમ-૩૭૯,૪૨૭,૧૧૪ ૧૨ મુજબના ગુન્હા કામે
આરોપી – ( ૧ ) નુરમામદ હાજી સિયારીયા ઉ.વ. – ૨૯ રહે.ગંઢેર ગામ તળાવ પાસે, તા.ભુજ – કચ્છ
અટક કરવાના બાકી આરોપી – ( ૧ ) અબ્બાસ હાજી સિયારીયા રહે.ગંઢેર ( ૨ ) અબ્દુલ અલી ચાવડા રહે.હાલે-ગંઢેર મુળ રહે.નાગલપર તા.અંજાર ત્યા અંજારના બે શેખડાડા
કબ્જે કરવામા આવેલ મુદામાલ – ( ૧ ) લોંખડ ની પ્લેટો વજન ૧૩૯૦ કિ.ગ્રા, કિંમત રૂપિયા -૧,૧૧,૨૦૦/- ( ૨ ) ગેસનો બાટલો નંગ-૧ ગેસ કટર સાથે કિંમત રૂપિયા-૧૦૦૦/- ( ૩ ) ઓકિસજનના બાટલા નંગ-૩ નળીઓ સાથે કિંમત રૂપિયા-૬૦૦૦/- ( ૪ ) કરવત નંગ – ર તેમજ કરવતની પટીઓ નંગ -૧૩ તેમજ બોલ્ટ ખોલવાના પાનાઓ અલગ અલગ પ્રકાર ના નંગ-૭
આ કામગીરીમાં પધ્ધર પોલીસ સ્ટેશનના પો.સબ ઇન્સ.વી.બી.ઝાલા તથા સ્ટાફના પો.હેડ.કોન્સ. મહેન્દ્રસિંહ વી.જાડેજા, પો.હેડ.કોન્સ.દિવ્યરાજસિંહ જાડેજા, ડ્રાઇવર પો.હેડ.કોન્સ.મયુરસિંહ રાણા, પો.હેડ.કોન્સ.વિનોદભાઇ વસાવા, પો.કોન્સ.મેહુલભાઇ ગઢવી, મહેશભાઇ રબારી, ભાવેશભાઇ ગેહલોત, ભરતભાઇ ચૌધરી વિ. જોડાયેલ હતા
રીપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ