શાકભાજી વેચવાના નામે ચાલતો ગોરખ ધંધો પોલીસના હાથે ઝડપાયો

ડ્રગ્સના દાણચોરો સામે કાર્યવાહી કરતા સ્પેશિયલ ટાસ્ક ફોર્સની ટીમે એક યુવકની ધરપકડ કરી હતી પોલીસે આરોપીના કબ્જામાથી ૫૦૦ ગ્રામ હેરોઇન જપ્ત કર્યું જેની આંતરરાષ્ટ્રીય કિંમત અંદાજે ૨.૫ કરોડ આંકવામાં આવી રહી છે પોલીસથી બચવા આરોપીઓ શાકભાજી વેચવાની આડમાં ડ્રગ્સ સપ્લાય કરતા હતા. આરોપી સામે મોહાલી સ્થિત એસ ટી એફ પોલીસ સ્ટેશનમાં ડ્રગ્સની હેરાફેરીનો કેસ નોંધવામાં આવ્યો છે પોલીસે આરોપીની ઓળખ ૨૮ વર્ષીય મણિ સૂદ તરીકે કરી છે જે લેબર કોલોની જમાલપુરનો રહેવાસી છે આરોપીને કોર્ટમાં રજૂ કરી પોલીસે રિમાન્ડ મેળવ્યા છે AIG સ્નેહદીપ શર્માએ જણાવ્યું કે ઇન્સ્પેક્ટર હરબંસ સિંહને માહિતી મળી હતી કે જમાલપુર વિસ્તારમાં રહેતો આરોપી હેરોઇન વેચવાનો ધંધો કરે છે આરોપી મોટર સાઇકલ પર ડ્રગ્સ સપ્લાય કરવા જતો હતો જેની માહિતીના આધારે પોલીસે કાર્યવાહી કરતા આરોપીને ઝડપી પાડયો હતો પ્રારંભિક પૂછપરછ દરમિયાન આરોપીએ જણાવ્યું હતું કે તે શાકભાજી વેચતો હતો અને ડ્રગ્સનો વ્યસની હતો તેણે કહ્યું કે તેણે ડ્રગ્સ ખરીદવા માટે પૈસા કમાવવા માટે ડ્રગ્સની દાણચોરી શરૂ કરી તેઓ છેલ્લા પાંચ વર્ષથી આ વ્યવસાયમાં જોડેયેલા છે અધિકારીઓએ જણાવ્યું કે પૂછપરછ દરમિયાન આરોપીઓ પાસેથી ઘણી મહત્વની કડીઓ મળવાની શક્યતા છે આરોપીના સાથીદારો ઉપરાંત આરોપી કયા વિસ્તારમાં ડ્રગ્સ સપ્લાય કરતો હતો અને ક્યાંથી લાવતો હતો તેની તપાસ કરવામાં આવી રહી છે.