એમેઝોનમાં રમકડાં, ફર્નિચર અને ઘીની આડમાં રૂ.૧૩ કરોડનું ડ્રગ્સ વેચ્ચું..

અમદાવાદના વસ્ત્રાપુરના સંસર્ય એપાર્ટમેન્ટમાંથી પકડાયેલા ડ્રગ્સના રેકેટમાં પોલીસની ગણતરી કરતા પણ મસમોટું રેકેટ પકડાયું છે જેમાં મુખ્ય આરોપી ઇલેક્ટ્રોનિકસ એન્ડ કમ્યુનિકેશન એન્જિનિયર હોવાનો ખુલાસો થયો છે તેણે શહેરના પોશ વિસ્તાર તેમજ અન્ય જગ્યાએ મળીને ૧૩ કરોડનો ઓનલાઇન ધંધો દુનિયાની સૌથી મોટી એમેઝોન કંપનીની આંખમાં ધૂળ નાખીને કર્યું છે

આરોપી શોર્ટકટથી કરોડપતિ થવા રાજુલાથી અમદાવાદ આવ્યો હતો આરોપીએ અમદાવાદમાં રેસ્ટોરન્ટ પણ ખોલ્યું હતું પરંતુ સફળ થયો ન હતો તેના કારણે તેણે નકલી ઘીનો ઓનલાઇન ધંધો ચાલુ કર્યો હતો તેમાં તે સફળ રહ્યો હતો જે બાદ રમકડા, ફર્નિચરની આડમા ઓનલાઇન ડ્રગ્સ વેચવાનું શરૂ કર્યું હતું

વસ્ત્રાપુરના સંસર્ય એપાર્ટમેન્ટમાંથી પોલીસે રેડ પાડીને બે આરોપીની ધરપકડ કરી હતી જેમાં આરોપી પાસેથી૧૯.૮૫ ગ્રામ એમડી ડ્રગ્સ, ૬૦.૫૩ ગ્રામ અફીણ, ૩૨૧ ગ્રામ ચરસ અને ૩ કિલો ગાંજો મળી કુલ ૮.૨૮ લાખનું ડ્રગ્સ કબ્જે કર્યું હતું બે પૈકીનો આરોપી આકાશ વિંઝાવા ઇલેક્ટ્રોનિકસ એન્ડ કમ્યુનિકેશન એન્જિનિયર છે શરૂઆતમાં તેને રેસ્ટોરન્ટ ખોલ્યુ હતુ પરંતુ સફળ થયો ન હતો

આથી તેણે ઓનલાઇન બનાવટી ઘી વેચવાનું શરૂ કર્યું હતું આ દરમિયાન મહારાષ્ટ્ર અને રાજસ્થાનના પેડલરના સંપર્કમાં આવ્યો હતો જેમાં ઓછા સમયમાં વધુ કમાણી થશે તેવા વિચારથી ડ્રગ્સનો વેપલો પણ શરૂ કર્યો હતો પોતાના ભણતરનો ઉપયોગ કરી એમેઝોનમાં કોઈને પણ ખબર ન પડે તે રીતે રમકડા, ફર્નિચર અને ઘીની આડમાં ડ્રગ્સ વેચતો હતો.