સીટી ટ્રાફીક પોલીસ ગાંધીધામ દ્વારા ટ્રાફીક તથા રાહદારીને અડચણરૂપ થતા લારી ગલ્લા વાળા વિરૂધ્ધ કોર્ટ એન.સી આપી કરેલ ટ્રાફીક નિયમનની કામગીરી


સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મોથલીયા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામનાઓની સીટી વિસ્તારમાં ટ્રાફીક નિયંત્રણ કરવા અંગેની સુચના અને માર્ગદર્શન હેઠળ સીટી ટ્રાફિક પોલીસ દ્વારા ગાંધીધામ સીટી વિસ્તારમાં રોડ તેમજ ફુટપાથ ઉપર ટ્રાફિક તથા રાહદારીઓને અડચણ રૂપ થતાં લારી ગલ્લાવાળા ઇસમો વિરૂધ્ધ કોર્ટ અને. સી આપી રસ્તાઓ ખુલ્લા કરવામાં આવ્યા. તેમજ ફૂટપાથ ઉપર દુકાનદારો દ્વારા ગેરકાયદે ટ્રાફિકને અડચણ રૂપ દબાણ હટાવવા તાકીદ કરી જી.પી.એકટ એન.સી કેસો કરી કામગીરી કરેલ છે તેમજ ટ્રાફિક નિયમન કરાવવાના ભાગ રૂપે અન્ય એમ.વી.એક્ટ એન.સી.ઓ કરવામાં આવી
અનુ. | જી.પી.એક્ટ એન.સી.કેસો | એમ.વી.એક્ટ એન.સી.કેસો | કુલ એન.સી.કેસો |
૧ | ૧૬ | ૬૫ | ૮૧ |
આ કામગીરી પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાય.કે. ગોહિલ તથા ટ્રાફિક શાખાના કર્મચારીઓ તથા ટ્રાફિક બ્રીગેડના જવાનો સાથે રહી કામગીરી કરેલ છે.

