પોલીસની ઓળખ આપી અપહરણ કરી લૂંટ તથા લૂંટ કરવાની કોશિશ કરતા આરોપીઓને પકડી પાડતી રાપર પોલીસ

પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામનાઓએ જિલ્લામાં મિલકત સંબંધી તથા શરીર સંબંધીત ગુના અટકાવવા માટે સુચના આપેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.જી ઝાલા સાહેબ ભચાઉ વિભાગ ભચાઉ નાઓના માર્ગદર્શન હેઠળ તારીખ 14/6/2022 ના ક.૧૭/૦૦ વાગ્યે પોલીસ હોવાની ખોટી ઓળખ આપી ફરિયાદી બબાભાઈ પુંજાભાઈ ડાંગર રહે માજુવાસ તાલુકો રાપર વાળાનું એક સ્વીફટ ગાડીમાં અપહરણ કરી લૂંટ તથા લૂંટ કરવાની કોશિશ કરેલ હોઇ તેવી હકીકત પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી.કે. ગઢવી સાહેબ નાઓને મળતા રાપર પોલીસની અલગ અલગ ટીમો બનાવી અપહરણ કરનાર ઇસમોની તપાસ કરતાં સ્વીફટ ગાડી તથા લૂંટ કરનાર ઇસમો મળી આવતા મજકૂર ચારેય ઈસમોને રાપર પોલીસ સ્ટેશન ખાતે લાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે

પકડાયેલ આરોપીઓ –

( ૧ ) કુલદીપસિંહ કિરીટસિંહ જાડેજા રહે.કાઠી દેવરીયા તા.જામખંભાળિયા જી.દેવભૂમિ દ્વારકા

( ૨ ) જયપાલસિંહ પ્રવિણસિંહ પરમાર રહે.તમાસણ જી.જામનગર

( ૩ ) જયપાલસિંહ ગોવુભા જાડેજા રહે.જામ ખંભાળિયા જી.દેવભૂમિ દ્વારકા

( ૪ ) રાજેન્દ્રસિંહ મનુભા જાડેજા રહે.જામખંભાળિયા જી.દેવભૂમિ દ્વારકા

કબ્જે કરેલ મુદામાલ –

(૧) રોકડા રૂપિયા૩૦૦૦/- (૨) સ્વીફટ ગાડી રજી. નંબર જી.જે-૩૭ જે.૮૮૧૧ કિંમત રૂપિયા ૩,૦૦,૦૦૦/- એમ કુલ કિંમત રૂપિયા ૩૦૩૦૦૦/-

ઉપરોક્ત કામગીરીમાં રાપર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી વી.કે. ગઢવી તથા રાપર પોલીસ સ્ટેશનનો સ્ટાફ સાથે રહીને કામગીરી કરેલ છે.