ખાનપરા ગામમાથી પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી પોલીસ

પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર મોથલીયા બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડિયા સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામ પૂર્વ કચ્છ જિલ્લામાં ગેરકાયદેસર પ્રોહિ/જુગારની બદી નેસ્ત નાબૂદ કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને ના. પો. અધિ. કે જી ઝાલા ભચાઉ વિભાગ ભચાઉ તથા સી પી આઈ ડી એમ ઝાલા રાપર સર્કલ રાપર માર્ગદર્શન મુજબ આડેસર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર બીજી રાવલ તથા પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઈટ રાઉન્ડ ફરજમાં હતા તે દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર બીજી રાવલ મળેલ બાતમી આધારે ખાનપર ગામની સીમમાં આવેલ વોકળમાંથી પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી આડેસર પોલીસ સ્ટેશનમાં પ્રોહી. એક્ટની કલમ મુજબ ગુનો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે

જેમાં રૂપિયા ૧૪ લાખથી વધારે મુદ્દામાલ ઝડપાયો છે ઘટના સ્થળે ન મળી આવેલ આરોપીઓ મેદા જીવણ કોલી રહે રાપર ગોવિંદ કરસન કોલી રહે ખાનપરા તાલુકો રાપર સુરેશ પ્રેમજી કોલી રહે ત્રંબો તાલુકો રાપર ભરત પ્રેમજી કોલી રહે ત્રંબો તાલુકો રાપર વગેરે મળી આવે ન હતા આ કામગીરી પોલીસ સબ ઇન્સ્પેક્ટર બીજી રાવલ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ અરવિંદસિંહ કૃપા તથા રાજેશભાઈ વિરમભાઇ તથા કાંતિ સિંહ ઓખાજી તથા પોલીસ કોન્સ્ટેબલ વિષ્ણુદાન શંકરદાન તથા દલપતસિંહ હીરાજી તથા યોગેન્દ્રસિંહ ચંદનસિંહ તથા બ્રા ડ્રાઇવર પોલીસ કોન્સ્ટેબલ ભગવાનભાઈ નાગજીભાઈ વગેરે કરેલ