સાબરકાંઠાના ઇડર તાલુકા માથી પુષ્પા ગેંગના 13 સભ્યોની કરી ધરપકડ

સાબરકાંઠા જિલ્લામાં ઇડર તાલુકામાં છેલ્લા અઢી મહિનાથી સુગંધીત કિંમતી ચંદનના ઝાડની ચોરી આચરનારા પુષ્પા ગેંગના ત્રણ આરોપીઓની બાઈક સાથે એલ સી બીએ ધરપકડ કરી છે પોલીસે ચાર લાખ રૂપિયાનો સુગંધીત ચંદન રિકવર કર્યું છે આમ ત્રણ સગીર આરોપી સહિત ૧૩ લોકોની પોલીસે ધરપકડ કરી છે તો પુષ્પા ગેંગના ૭ આરોપીઓ હજુ પોલીસ પકડથી દૂર છે.

સાબરકાંઠા જિલ્લાના ઇડર પંથકમાં ખેડૂતો ખેતરના શેઢા પર કિંમતી ચંદનના ઝાડનું વાવેતર કરે છે ત્યારે ઇડર પંથકમાં તૈયાર થયેલ કિંમતી ચંદનના ઝાડની કેટલાક સમયથી ચોરી થઈ રહી છે ત્યારે પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ત્રણ આરોપીઓની ધરપકડ કરી ઝડપાયેલા આરોપીઓએ ઇડર આસપાસથી કિંમતી ચંદન ચોર્યા હોવાની કબુલાત કરી હતી બાદમાં પકડાયેલ આરોપીઓ દ્વારા ચોરીમાં મદદગાર અન્ય આરોપીઓના નામો પણ જાહેર કર્યા હતા જેમાં ત્રણ મહિલા, ત્રણ કિશોર સહિત અન્ય એક રીસીવર સહિત તમામ ૧૦ જેટલા આરોપીઓ કિંમતી ચંદનની ચોરી આચરતા હતા.