ભુજમાં અનમરીંગ રોડ નજીક બાઈક ચાલકે ટક્કર મારતા વિદ્યાર્થીની ઘાયલ.
તા : ૨૪.૭.૧૮ :નો બનાવ
આત્મારામ સર્કલ પાસે રહેતી શાયમા સલીમ શેખ (ઉ.વ.૧૫) ઇન્દ્રાબાઈ સ્કૂલમાંથી રજા પડ્યા બાદ પોતાના પોતાના ઘર તરફ જતી હતી ત્યારે અનમરીંગ રોડ પર સલમાન ટી હાઉસ પાસે એક અજાણ્યા બાઇક ચાલકે ટક્કર મારતા શાયમાને ડાબા પગમાં ફેક્ચર સહિતની ઈજાઓ થઈ હતી. શાયમાને સારવાર માટે ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ ખસેડાઇ હતી.પોલીસે બનાવની નોંધ લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.