ગાંધીનગરના જમિયતપુરા પાસેથી પોલીસે દારૂનુ કન્ટેનર ઝડપી પાડયું

ગાંધીનગરના જમિયતપુરા પાસેથી પોલીસે 30.88 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો. આઇશર ગાડીમા પાલનપુર પાસે આવેલી હોટલથી એક કશ્મીરી ડ્રાઇવર દારૂ ભરેલુ વાહન લઇને અમદાવાદ તરફ જવા નિકળ્યો હતો. ત્યારે પોલીસને બાતમી મળતા જમિયતપુરા પાસેથી દારૂ ભરેલા વાહનને પકડવામા આવ્યુ. જ્યારે દારૂનુ કન્ટેનર આપનાર મુખ્ય સૂત્રધાર ફરાર થઇ ગયો હતો. મળતી માહિતી મુજબ ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ જે.એચ.સિંધવની ટીમ પેટ્રોલીંગ કરી રહી હતી. તે દમિયાન ટીમના અશ્વિનસિંહ કાનાજીને બાતમી મળી હતી કે, મહેસાણા તરફથી એક બંધ બોડીની આઇશર ગાડીમા દારૂ ભરવામા આવ્યો છે અને અમદાવાદ તરફ લઇ જવાઈ રહ્યો છે. જેને લઇને પોલીસે વોચ ગોઠવી હતી અને બાતમીવાળી ગાડી નંબર જીજે 12 બીડબલ્યુ 6987 જમિયતપુરા પાસે આવતા રોકાયુ હતુ. જેની તપાસ કરતા તેમાથી અલગ અલગ બ્રાન્ડનો દારૂ ભરેલી 559 પેટીમાંથી 10272 બોટલ કિંમત 30,88,320 મળી આવ્યો હતો. જેને લઇને ડ્રાઇવર વિજય કાલીદાસ જાટ રહે. લડોકા, જમ્મુ કશ્મીરને પકડી પાડયો હતો.

તેની પૂછતાછ કરતા સામે આવ્યુ હતુ કે, ગોપાલસિંહ જાટ દ્વારા ડ્રાઇવરને 10 હજાર રૂપિયા આપવાનુ નક્કી કરીને બોલાવ્યો હતો. ડ્રાઇવર વિજય જમ્મુ કશ્મીરથી ટ્રેન દ્વારા પાલનપુર પાસે આવેલી કોરોના હોટલમા રોકાયો હતો અને ત્યાંથી ગોપાલ જાટ દ્વારા તેને દારૂ ભરેલી ગાડી અપાઈ હતી. ત્યારબાદ ગોપાલ દ્વારા મોબાઇલ ઉપર રસ્તો બતાવવાતો હતો. પરંતુ દારૂ મૂળ જગ્યા સુધી પહોંચે તે પહેલા જ પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો. પોલીસે દારૂ સહતિ 40,95,820ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી તપાસ હાથ ધરી હતી. જ્યારે ફરાર ગોપાલ જાટને પકડવા તજવીજ કરી હતી.