મહેસાણાની બાજુમાં આવેલ તળેટીની સોમનાથ હાઈસ્કૂલમાં 10 કોમ્પ્યુટર, એલસીડીની ચોરી

મહેસાણાને અડીને આવેલા તળેટી ગામની જય સોમનાથ હાઈસ્કૂલમાંથી તસ્કરો 10 કોમ્પ્યુટર, એલસીડી, મોનીટર સહિત રૂ.1.09 લાખનો મુદ્દામાલ ચોરી જતાં તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રો મુજબ, તળેટીની જય સોમનાથ હાઈસ્કૂલના આચાર્ય મુકેશભાઈ પટેલ સ્કૂલ બંધ કરી ઘરે ગયા હતા અને બીજા દિવસે આવી જોતાં શાળાના ગેટ અને કોમ્પ્યુટર રૂમના દરવાજાનું તાળું તૂટેલી હાલતમાં હતું રૂમમાંથી 10 મોનિટર સાથેના કોમ્પ્યુટર અને એક મોટી એલસીડી ટીવી તેમજ સ્પીકર સહિતના સામાન ચોરી થઇ હોવાનું માલુમ પડ્યું હતું.