પેથાપુર મહુડી રોડ ઉપર આવેલી ગોએન્કા હોસ્પિટલ પાસે કાર ચાલકે ટક્કર મારતા રાહદારીનું મોત નિપઝ્યું

પેથાપુર મહુડી રોડ ઉપર આવેલી ગોએન્કા હોસ્પિટલ પાસે એક કારની ટક્કરથી રાહદારીનુ મોત થયુ હતુ. સંતરામપુર વિસ્તારમા રહેતો શ્રમજીવી રોજગારી મેળવવા આવ્યો હતો, જ્યારે મોડી રાત્રે રસ્તો ક્રોસ કરી રહ્યો હતો. તે દરમિયાન ટક્કર મારતા મોત થયુ હતુ. આ બનાવને લઇને પેથાપુર પોલીસે કારના ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

ત્યારે મોડી રાત્રે ગોએન્કા હોસ્પિટલ પાસે આવેલા એક પાર્લર પાસે કાળુભાઇ બદીયા ગરાસીયા રોડ ક્રોસ કરતા હતા. તે દરમિયાન એક કાર નંબર જીજે 01 એચજે 5860ના ચાલકે બેદરકારી રીતે કાર ચલાવી ટક્કર મારી હતી. જેમા કાળુભાઇનુ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા બનાવ સ્થળે જ મોત થયુ હતુ. આ બનાવને લઇને મૃતકના દિકરાએ કાર ચાલક સામે ગુનો નોંધાવતા પેથાપુર પોલીસે તપાસ હાથ ધરી હતી. આ બનાવથી આ વિસ્તારમાં અનેક લોકો એકત્ર થઈ ગયા હતા.