ટેમ્પોમાં કાંદાની ગૂણોની આડમાં વિદેશી દારૂ લાવતા આરોપીઓ ઝડપાયા

ટેમ્પામાં વચ્ચે વિદેશી દારૂની પેટીઓ મુકી આજુબાજુ કાંદાની 20 જેટલી ગુણો મુકી નાસિકથી શહેરમાં દારૂ ઘુસાડવા માટે બુટલેગરે નવી યુક્તિ   યુક્તિ  યુક્તિઅપનાવી. આ અંગેની ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી. જેના આધારે નાના વરાછા ઢાળ પાસે વહેલી સવારે ખાનગી વાહનમાં વોચમાં ગોઠવાય ગઈ હતી. આ દરમિયાનમાં એક ટેમ્પો આવ્યો અને અંદર તપાસ કરતા કાંદાની આડમાં વિદેશી દારૂ મોટી માત્રામાં મળી આવ્યો હતો. ડીસીબીના સ્ટાફે 3.51 લાખનો વિદેશી દારૂ, મોબાઇલ અને ટેમ્પો મળી 10.52 લાખનો મુદામાલ કબ્જે કર્યો.

ડીસીબીએ ટેમ્પો ચાલક વિશાલ સુકલાલ વરાડે ઉ.વ.26 રહે, કડવન બસ સ્ટેન્ડની પાછળ, નાસિક, કરણ ભવરસિંહ ખરવડ ઉ.વ.22 રહે, સીતારામ સોસા, ગામ પુણાની ધરપકડ કરી. નાસિકથી દારૂનો માલ રાજુ ઉર્ફે રાજુ સોની વિષ્ણુ ગોપાલ સોની રહે, મહાલક્ષ્મી સોસા, નાસિકએ ટેમ્પાના ચાલકને આપ્યો હતો અને ચાલક તે માલ સુરતમાં ગોડાદરા શ્રી રેસીડન્સીમાં રહેતા બુટલેગર રાજારામ ઉર્ફે રાજુ ગેંડો દવરરામ પવારને સપ્લાય કરવાનો હતો. હાલમાં બન્ને વોન્ટેડ છે.