અદિપુરમાં સ્કૂલથી ઘરે આવી રહેલી સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું.

તા : ૨૪.૭.૧૮ : નો બનાવ

પીડિતાને પિતાએ આદિપુર પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ અનુસાર તેમની ૧૫ વર્ષની દીકરીનો બપોરના તેનો સ્કૂલમાંથી આવવાનો સમય થઈ ગયા છતાં તે ન આવતા તેની શોધ આદરી હતી અને સગા સબંધીઓમાં પૂછતાછ કરી હતી પરંતુ તેનો કોઈ અતોપતો મળ્યો નહીં ત્યારે બીજા દિવસે તા:૨૫.૭ ના બપોરે ૩વાગ્યે તે ઘરે આવી જણાવ્યું હતું કે તે સ્કૂલથી છૂટ્યા બાદ બહેનપણીઓ સાથે ઘરે આવી રહી હતી ત્યારે તેની સખીઓ પોતાનું ઘર આવી જતા તે ચાલી ગઈ ત્યારે બાદ હાજી કાસમ ચૌહાણ (રહે મણિનગર, આદિપુર)એ બાઇક પર તેની પાસે આવી ઘરે મૂકી આવવાનું કહેતા તે બાઇક પર બેસી ગઈ હતી પરંતુ આરોપી હાજી કાસમે તેને ઘરે લઈ જવાને બદલે ભુજમાં એક રૂમમાં લાઇ ગયો હતો. જ્યાં તેની સાથે જબરદસ્તી તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ કર્યું હતું. ત્યાર બાદ યુવક બહાર જતા સગીરા ત્યાંથી નીકળી બીજા દિવસે ઘરે પહોંચી હતી.

પોલીસે પોસ્કો સહિતની કલમો તળે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી આરોપીને પોલીસે પકડી લીધાનું પણ જાણવા મળ્યું હતું. જોકે તેને સતાવાર સમર્થન મળ્યું ન હતું. આ ઘટનાની જાણ થતાં વિશ્વ હિન્દુ પરિષદ , બજરંગ દળ, પ્રજાપતિ સમાજના સભ્યો પોલીસ સ્ટેશને પહોંચી આવ્યા હતા.આ પ્રકારણની તપાસ ડીસીપીને સોંપવામાં આવી આવી હતી. જેનો ચાર્જ હાલ બી.એસ.સુથાર છે.જેમ એ આ અંગેનું પૂછતાં તપાસ ચાલુ હોવાનું તેમણે જણાવ્યું હતું.

વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર ટીવી ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે. અને gtpl ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *