વડોદરા : ગોત્રીમાં જાહેરમાં દારૂની મહેફિલ માણતા ઇસમો પકડી પાડ્યા


શહેરના ગોત્રી રોડ પર સુધરાઈ કોલોની અર્બન હેલ્થ સેન્ટરની બાજુમાં જાહેરમાં બાકડાં પર દારૂની મહેફિલ માણતા 4 યુવકોને મધરાતે ગોત્રી પોલીસે પકડી પાડ્યા હતાં. ગોત્રી પોલીસ મુજબ બાતમીને આધારે ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારે ચારેય યુવકો વિદેશી દારૂની બોટલ સાથે દારૂની મહેફિલ માણી રહ્યા હતા. પોલીસે ચારેયને પકડીને ગોત્રી પોલીસ મથકે લઇ ગઇ હતી.
ચારેય યુવકોમાં સંતોષ બસરાજુ કરનાડી ઉ.વ.21. શીવજીપુરી સર્વોદયનગર કલાલી રોડ, મેહુલ કિશનરાવ સોનવણે ઉ.વ.40. અકોટા સુધરાઈ કોલોની, અકોટા, મલકેશ ચીમનભાઈ પટેલ ઉ.વ.42. શ્રીજીધામ સોસાયટી, મકરંદ દેસાઈ રોડ અને જીતેશ બલીરામ કલંમ્બે ઉ.વ.24. રામપુરા વુડાના મકાન, અકોટાનો સમાવેશ થાય છે. ગોત્રી પોલીસે બ્રેથ એનલાઈઝરથી ચકાસણી કરવામાં આવતાં ચારેય જણાંએ દારૂ પીધો હોવાનું સપાટી પર આવ્યું હતું. ચારેય પાસે રહેલ બે બોટલોમાં દારૂ મળી આવ્યો હતો. ચારેય જણાંની અટક કરવામાં આવી હતી.
