ચાંદ્રોડા પાસે કાર પુલ પરથી નીચે જઇ પડી..

અંજાર તાલુકાના ચાંદ્રોડા ગામ નજીક રસ્તા વચ્ચે અચાનક શ્વાન આવી જતા તેને બચાવવાના ચક્કરમાં ઇકો કાર પુલ નીચે ખાબકી પડી હતી. ઉચેથી નીચે પડતા કાર ઉંધી વળી બુકડો વળી ગઈ હતી પરંતુ કારમાં સવાર તમામ લોકોનો ચમત્કારિક બચાવ થયો હતો.

આ અંગે અંજાર પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ આ બનાવ સવારના અંદાજીત 11 વાગ્યાના અરસામાં બન્યો હતો. જેમાં ચાંદ્રોડાથી મુન્દ્રા તરફ જઈ રહેલી ઇકો કારના વચ્ચે શ્વાન આવી જતા તેને બચાવવાના ચક્કરમાં કાર પુલ નીચે પટકાઈ હતી. છક ઉપરથી નીચે ઉંધા માથે અથડાઈ હોવા છતાં કારમાં સવાર 4 જેટલા વ્યક્તિઓનો ચમત્કારિક બચાવ થયો હતો અને સામાન્ય ઈજાઓ થતા તેમણે સારવાર અર્થે એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યાપહોંચાડવામાંપહોંચાડવામાંપહોંચાડવામાંપહોંચાડવામાં પહોંચાડવામાંહતા.

અંજાર પોલીસના જણાવ્યા મુજબ આમદ ફકીરમામદ નામના વ્યક્તિને ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. જે એકમાત્ર ઘાયલ વ્યક્તિની જાણ પોલીસને કરવામાં આવી હતી. જોકે સ્થાનિકોના જણાવ્યા મુજબ 4 જેટલા વ્યક્તિઓ ઇકો કારમાં બેઠા હતા. જે તમામને ઈજાઓ પહોંચી હતી.