શારજહાં ફલાઇટથી સુરત આવનાર શખ્સ પાસેથી પ્લેટિનિયમ ઝડપાયું


સુરત કસ્ટમ દ્વારા શારજહાં ફલાઇટથી સુરત આવનાર એક ઇસમ પાસેથી 124 ગ્રામ પ્લેટિનમ સાથે એક શખ્સની અટક કરી. જથ્થો વધુ ન હોવાથી તે શખ્સને પાછળથી મુક્ત કરવામાં આવ્યો. આ પ્લેટિનમ કોને આપવામાં આવનાર હતું તેની તપાસ હાલ કસ્ટમ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે.
કસ્ટમ વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ શારજાહની ફલાઇટમાં સુરત આવેલા એક શખ્સની બેગ શંકાના આધારે ચેક કરવામાં આવી. બેગમાં ચાર જગ્યામાં 31-31 ગ્રામના ચાર પેકેટ પ્લેટેનિયમના સંતાડવામાં આવ્યા હતા.
એરપોર્ટ પર ઉપસ્થિત કસ્ટમ અધિકારીઓ દ્વારા આ પેકેટ જપ્ત કરવામાં આવ્યા હતા અને તેનું પ્રાથમિક વેલ્યુએશન કરવામાં આવતા તેની બજાર કિંમત રૂપિયા ચારથી સાડા ચાર લાખ જેટલી હોવાનું સપાટી પર આવ્યુ. ઇસમની પ્રાથમિક પુછપરછ બાદ તેને મુક્ત કરવામાં આવ્યો હોવાની માહિતી મળી રહી છે.