દારૂના ગુનામાં ફરાર આરોપી લખતરમાંથી ઝડપી પડાયો

સુરેન્દ્રનગર બી-ડિવીઝન પોલીસ મથકમાં નોંધાયેલા દારૂના ગુનામાં ત્રણ માસથી આરોપી નાસતો ફરતો હતો. ત્યારે લખતર પોલીસે આ નાસતા ફરતા સદાદ ગામનાં આરોપીને પેટ્રોલિંગ દરમિયાન ઝડપી પાડયો. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા હરેશ દુધાત દ્વારા જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા અલગ અલગ ટીમો બનાવી કામગીરી કરવાની સૂચના આપી. ત્યારે લખતર પોલીસનાં નરેન્દ્રસિંહ કાસેલા, મેરૂભાઇ ખટાણા, અનિકેતસિંહ સિસોદિયા પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન લખતર પોલીસ સ્ટેશન તેમજ સુરેન્દ્રનગર બી. ડિવિઝનનાં પ્રોહિબિશનનો આરોપી સદાદ ગામના ભૂપતસિંહ વજેસિંહ ઝાલા ત્રણ મહિનાથી નાસ્તા ફરતા હતા. આથી તેના ઘરની બહાર હોવાની બાતમી મળતા આરોપીને પકડવા જતાં આરોપી નાસી છૂટવાની કોશિશ કરતા પોલીસે પીછો કરી ઝડપી પાડ્યો. લખતર પોલીસ સ્ટેશન લાવી આગવી તજવીજ હાથ ધરી.