પોરબંદર જિલ્લામાં દેશી દારૂની ભઠ્ઠીઓ ઝડપાઇ

પોરબંદર જિલ્લામાં બુટલેગરો બેફામ બન્યા અને બેરોકટોક દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી છે ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં પોલીસે સઘન પેટ્રોલિંગ કરીને 14 જેટલા ગુના નોંધ્યા પોરબંદર જિલ્લામાંથી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન જિલ્લામાં જુદી જુદી 13 જગ્યાઓએથી 100 લીટર ઉપરાંતનો દેશી દારૂ ઝડપી લીધો સાથે જ આ પેટ્રોલિંગ દરમિયાન બે જગ્યાએથી દેશી દારૂની ભઠ્ઠી તેમજ એક શખ્સને ઝડપી પાડયો જે નશાની હાલતમાં મળી આવ્યો પોલીસે પેટ્રોલિંગ દરમિયાન દારૂ બનાવવાનો 2200 લિટરથી વધુનો મૂળ આથો હોય તે મુદ્દામાલ જપ્ત કર્યો.