મેઘરજના મોટી પંડુલી ગામે રહેતી યુવતીની હત્યા..

મેઘરજના મોટી પંડુલી ગામે રહેતી કોલેજીયન યુવતી ગુમ થતાં પરિવારજનો પોલીસને જાણ કરતાં પોલીસે તપાસ હાથ ધરી અને બેડજના જંગલમાંથી ગુમ થયેલી કોલેજીયન યુવતીની લાશ મળી આવી યુવતીની લાશ મળી આવતા પરિવારજનોમાં રોષ વ્યાપી ગયો હતો અને સમગ્ર મામલે પોલીસે બે લોકોના નામજોગ અને અન્ય બે મળી કુલ ચાર લોકો સામે ગુનો નોંધ્યો સમગ્ર ઘટનાની ઝીણવટભરી તપાસ કરતા આ કેસમાં સાક્ષી બનેલ વ્યક્તિ કિરણ મનોહરલાલ ભગોરા આરોપી નીકળ્યો જેને પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી

19 વર્ષીય આરોપી કિરણ મનોહરલાલ ભગોરાએ પોલીસ તપાસ દરમિયાન કબુલ્યું કે તેને યુવતીને છેલ્લા દોઢ વર્ષથી પ્રેમ સંબંધમાં હતો અને અવાર નવાર તેઓ એકબીજાને મળતા હતા બંને પ્રેમીપંખીડા બપોરના બે વાગ્યાના અરસામાં બેડજના જંગલમાં મળવા ગયા હતા જ્યાં યુવતી પર અન્ય યુવકનો ફોન અને મેસેજ આવ્યો હતો જે જોઈ જતા કિરણે યુવતી પર શંકા કરી કે તારે અન્ય યુવક સાથે પ્રેમ સંબંધ છે તેમ કહીને તેણે યુવતીને જોરથી લાફો માર્યો હતો, લાફો મારતા જ યુવતી નીચે પટકાતા માથાના ભાગે ઇજાઓ પહોંચતાં બેભાન થઈ હતી યુવતી મરી ગઈ છે એવું માનીને યુવતીના દુપટ્ટાથી ગળે ફાંસો આપી બોરડીના ઝાડ ઉપર બાંધી મોતને  ઘાટ ઉતારી દીધી હતી.